સુરેન્દ્રનગર: જિલ્લાના ચુડા તાલુકામાં પડેલા ભારે વરસાદને પગલે બલાળા અને છલાળા ગામ વચ્ચેના પુલ પર પાણી ફરી વળતા સ્થાનિકોને ભારે હાલાકી સર્જાઈ રહી છે. બંને ગામના વાહનચાલકો સહિત ગ્રામજનોને જીવના જોખમે પુલ પરથી પસાર થવાનો વારો આવી રહ્યો છે.
દર વર્ષે ચોમાસામાં બંને ગામોને જોડતા પુલ પર પાણી ફરી વળતું હોવા છતાં તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં આવ્યા ન હતા. જેથી ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો હતો.