સુરેન્દ્રનગરઃ જિલ્લામાં ACBએ 4 દિવસમાં 2ને લાંચ લેતા ઝડપી પાડ્યા છે. 4 દિવસ અગાઉ મૂળી પોલીસ સ્ટેશનમાં ફરજ બતજાવતા ASIને લાંચ લેતા રંગે હાથ પકડવામાં આવ્યા હતા, જ્યારે આજે એટલે કે, મંગળવારે ચોટીલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલને 1 લાખની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.
ગત થોડા દિવસ અગાઉ સુરેન્દ્રનગરના એક ગામમાં પોલીસે ચાર પેટી જેટલો વિદેશી દારૂનો ઝડપ્યો હતો. જેમાં ફરિયાદીના કૌટુંબિક ભાઈ વિરૂધ કેસ થયો હતો. જેથી આ આરોપીને માર નહીં મારવા અને હેરાનગતી નહીં કરવા માટે આરોપીએ ફરિયાદી પાસે એક લાખની માંગણી કરી હતી. જેથી ફરિયાદીએ રાજકોટ ACBમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે ACBમાં ફરજ બજાવતા એચ.પી.દોશીના સુપરવિઝન હેઠળ PI મયુરધ્વજસિંહ સરવૈયા તથા સ્ટાફે છટકુ ગોઠવી આરોપી હેડ કેન્સ્ટેબલવી ધરપકડ કરી છે.