સુરેન્દ્રનગર: રાજ્ય સરકાર દ્વારા ગત ઘણા વર્ષોથી વિવિધ વિભાગોમાં પડતી ખાલી જગ્યાઓ માટે રાજ્ય વ્યાપી ભરતી બહાર પાડવામાં આવે છે, ત્યારે આવી ભારતીઓ માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ દ્વારા લાયકાત ધરાવતા ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2018માં રાજ્ય સરકાર દ્વારા ગેર બંધારણીય ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો. જેના કારણે તાજેતરમાં લેવાયેલી LRDની પરીક્ષામાં SC, ST અને OBC કેટેગરીના ઉમેદવારો સાથે અન્યાય થયો હતો. જેથી ગત 52 દિવસથી આ મુદ્દે ગાંધીનગર ખાતે મહિલા ઉમેદવારો ઉપવાસ પર બેઠા છે, પરંતુ સરકાર દ્વારા કોઈ જ પગલાં લેવામાં આવતાં નથી. જેથી ઠેર ઠેર વિરોધ કરવામાં આવી રહ્યો છે.
ગુજરાત અનામત બચાવો ક્રાંતિ સમિતિ દ્વારા જોરાવરનગર રિવરફ્રન્ટથી જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં વિવિધ વિરોધ દર્શાવતા બેનરો સાથે વિદ્યાર્થીઓ, ઉમેદવારો સહીત OBC સમાજના હોદ્દેદારો, આગેવાનો, યુવાનો, મહિલા ઉમેદવારો તેમજ ધારાસભ્ય ઋત્વિક મકવાણા અને સી.કે. પીઠાવાલા પણ જોડાયા હતા. આ રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરી હતી અને જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવી ગેરબંધારણીય ઠરાવ રદ્દ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.