100 જેટલા કેડેટસો દ્રારા સ્વરછતા કરવામાં આવી હતી. જેમાં નગરપાલિકાના સહયોગથી રીવફન્ટ બગીચો, રિવફન્ટ પરથી કચરો દુર કરીને સાફ સફાઈ હાથ ધરવામાં આવી હતી. જેમાં એનસીસી કેડટસ અને નગરપાલિકાના કર્મચારી પણ જોડાયા હતાં. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સ્વરછતા જળવાઈ રહે તેમજ કચરાનો યોગ્ય જગ્યાએ નિકાલ કરવામા આવે તે સંદેશ સમાજને આપવામાં આવ્યો હતો.
તેમજ આ પ્રસંગે એન.સી.સી કર્નલ કે આર શેખર, સુબેદાર વિજય બાહુદરસિંધ, પ્રોફેસર પારસ સહિત એન.સી.સી અધિકારીઓ અને કેડેટસ તેમજ સુરેન્દ્રનગર દુધરેજ નગરપાલિકા પ્રમુખ વિપીન ટોળીયા, ઉપપ્રમુખ જીજ્ઞાબેન પંડયા , અશોકભાઈસિંહ પરમાર, સહિત નગરપાલિકા સભ્યો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતાં.