ETV Bharat / state

રખડતા શ્વાનોનો હાહાકાર! નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા - STRAY DOG ​​TERROR IN NAVSARI

નવસારી શહેરમાં છેલ્લા 2 દિવસમાં 50થી વધુ કૂતરા કરડવાના કેસો સામે આવ્યા. જેના લીધે લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.

નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા
નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા (ETV BHARAT GUJARAT)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 17, 2025, 9:44 AM IST

નવસારી: શહેરમાં છેલ્લા 2 દિવસમાં 1 કે 2 નહી, પરંતુ 50થી વધુ કૂતરા કરડવાના કેસો સામે આવ્યા છે. નવસારીના 5 વિસ્તારમાં રખડતા શ્વાનોએ શહેરીજનોને બચકા ભરી લેતા લોકોમાં રસ્તા પર જતા ભય અનુભવી રહ્યા છે. શહેરમાં રખડતા કૂતરાનો આતંક યથાવત જોવા મળી રહ્યો છે.

2 દિવસમાં 60 લોકોને કૂતરા કરડ્યા: નવસારીમાં ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં હડકાયા કૂતરાએ આતંક મચાવતા 2 દિવસમાં 60 લોકોને બચકા ભરી લેતા અફરાતફરી મચી ગઈ હતી. ત્યારબાદ શહેરના અન્ય વિસ્તારમાં પણ 2 દિવસમાં વધુ 10 લોકોને કૂતરાએ બચકા ભર્યાની ઘટના સામે આવી છે, તેમ છતાં મહાનગર પાલિકા તંત્ર આ મામલે શ્વાનને કાબૂમાં લઈને યોગ્ય કામગીરી કરે, તેવી માંગ શહેરમાંથી ઉઠવા પામી છે.

નવસારીમાં 2 દિવસમાં કૂતરા કરડવાના 50થી વધુ કેસો નોંધાયા (ETV BHARAT GUJARAT)

ગ્રામ્ય વિસ્તારમાં કૂતરાનો ત્રાસ: બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં પણ રખડતા શ્વાનોએ હાહાકાર મચાવ્યો છે. નવસારી તાલુકાના પુણી નાગધરા ગામે એક જ દિવસમાં 3 લોકોને શ્વાને બચકા ભરી લેતા ગ્રામ્ય પંથકમાં ભયનો માહોલ જોવા મળ્યો છે. સ્થાનિક આગેવાન પિયુષ ઢીમરે જણાવ્યું કે, ઝવેરી સડક પૂર્ણા માતા મંદિર વિસ્તારમાં હડકાયા કૂતરાએ 2 દિવસમાં જ 60 જેટલા લોકોને બચકા ભરી લીધા હતા, ત્યારબાદ નવસારીમાં મકર સક્રાંતિ દરમિયાન 2 દિવસમાં જ શહેરના 5 વિસ્તારો હાટડી, ઝવેરી સડક, વ્હોરવાડ, ભેસતખાડા અને મોટા બજાર જેવા વિસ્તારમાં અંદાજે 10 જેટલા લોકોને હડકાયા કૂતરાએ હાથ-પગના ભાગે બચકા ભરતા પીડિત લોકોને નવસારી સિવિલ હોસ્પિટલ અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

લોકોમાં ભયનો માહોલ: સ્થાનિક રહીશ સુલેમાન માયાતના જણાવ્યા મુજબ શહેરના અનેક વિસ્તારમાં હડકાયા કૂતરાઓએ લોકોને કરડી લેતા ભય વ્યાપી ગયો છે. નવસારી સિવિલ હોસ્પિટલમાં પણ 4 દિવસમાં જ શહેરી વિસ્તારમાંથી ડોગ બાઈટના 70 કેસ નોંધાયા છે. આ મામલે નવસારી મહાનગરપાલિકા તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં ન આવતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. ભૂતકાળમાં પણ નગરપાલિકામાં રખડતા કૂતરાઓ અંગે ફરિયાદ કરતા પાલિકાના તંત્ર દ્વારા શહેરના પશુ દવાખાનામાં ફરિયાદ ટ્રાન્સફર કરી દઈ હાથ ઊંચા કરી દેવામાં આવતા હતા. પરંતુ હાલમાં રખડતા કૂતરાઓનો આતંક વધ્યો છે. તે જોતા મહાનગરપાલિકા તંત્ર હરકતમાં આવી, પગલાં ભરે તેવી લોક માંગ ઉઠી છે.

પીડિત લોકો હાલ સ્વસ્થ હાલતમાં: શહેરમાં કુતરાઓના આતંક બાબતે સિવિલ હોસ્પિટલનના RMO વિરેન્દ્રસિંહે જણાવ્યું કે, અમારી પાસે છેલ્લા 2 દિવસ એટલે 14થી 15 જાન્યુઆરીથી ડોગ બાઈટના કેસો આવ્યા છે. તમામ પીડિતોને યોગ્ય સારવાર આપવામાં આવી રહી છે. જેમાં રસી, ધનુર અને એન્ટીબાયોટિક દ્વારા સારવાર આપવામાં આવી છે, હાલ પીડિત લોકો સ્વસ્થ છે. ડો. વિરેન્દ્રસિંહે લોકોને તકેદારીના ભાગરુપે જણાવ્યું કે, જ્યારે કૂતરુ કરડે તે જગ્યાને તાત્કાલિક શુદ્ધ પાણીથી સાફ કરવું અને હડકવા પ્રતિરોધિ રસી લેવી જેનાથી બચી શકાય.

આ પણ વાંચો:

  1. રાતે ઘરની બહાર નીકળતા પહેલાં ચેતજો, ક્યાંક દીપડો તો નથી ને...
  2. નવસારી મ્યુ. કમિશનરનો આગાઝ: દેવ ચૌધરીએ નક્કર વિકાસની બાંહેધરી આપી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.