કચ્છ: મુંબઇથી ભુજ આવતી ફલાઇટ રદ થતા પ્રવાસીઓએ મુંબઈ એરપોર્ટ પર હોબાળો મચાવ્યો છે. એલાયન્સ એરની ફલાઇટ કેન્સલ થતાં પ્રવાસીઓ અટવાયા છે. મુંબઈ એરપોર્ટ પર ફ્લાઇટમાં 2 કલાકથી મુસાફરો બેઠા હતા અને અંતે ટેક્નિકલ કારણોસર ફલાઇટ કેન્સલ કરવામાં આવતા મુંબઇ એરપોર્ટ પર પ્રવાસીઓએ હોબાળો મચાવ્યો હતો.
ટેક્નિકલ ખામીને લીધે ફ્લાઈટ રદ: ટેક્નિકલ કારણોસર ફલાઇટ રદ્દ થતા મુસાફરો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા, તેમજ મુસાફરો માટે વૈકલ્પિક ફ્લાઇટ માટેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાથી પ્રવાસીઓની મુશ્કેલીમાં વધારો થયો હતો. અવાર નવાર મુંબઈથી ભુજ આવતી ફ્લાઇટ રદ્દ થતી હોય છે અને મુસાફરોને પરેશાની થતી હોય છે. ભુજ એરપોર્ટ ઓથોરિટીના ચીફ સિક્યોરિટી ઓફિસર રવિ કુમારે ETV BHARAT સાથેની ટેલીફોનિક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે,આ અઠવાડિયામાં ચોથી વખત મુંબઈથી ભુજ આવતી એલાયન્સ એરની ફ્લાઈટ ટેક્નિકલ કારણોસર રદ્દ કરવામાં આવી છે.
ફ્લાઈટ ભુજ નથી પહોંચી: આ અઠવાડિયામાં એલાયન્સ એરની ફ્લાઈટ મુંબઇથી ભુજ પહોંચી જ નથી. જ્યારે એર ઇન્ડિયાની ફ્લાઇટ નિયમિત રીતે ભુજ અને મુંબઈ વચ્ચે ચાલી રહી છે. જો કે, એર ઇન્ડિયાની ફ્લાઇટ પણ એ જ સમયે હોય, તેમાં મુસાફરોની સંખ્યા પૂરે પૂરી હોતા વૈકલ્પિક ફ્લાઈટ તરીકે મુસાફરો તેમાં પણ મુસાફરી કરી શકતા નથી.
આ પણ વાંચો: