કચ્છ: ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થાને વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ (World Monuments Watch) 2025 માં સ્થાન મળ્યું છે. ઇન્ટરનેશનલ હેરિટેજ એક્સપર્ટની પેનલ દ્વારા ભારતના બે સ્થળો પૈકી એક ભુજની પસંદગી કરવામાં આવી છે. કચ્છની 6 સ્વૈચ્છિક સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પને આધારે આકલન થયું હતું, અને ઐતિહાસિક શહેરના પ્રારંભિક વિકાસને ટકાવી શકે તેવી રીતે હમીરસર તળાવની ડિઝાઈન તૈયાર કરાઈ હતી. વિતેલા ત્રણ સદીઓમાં તળાવની આસપાસ વાવ, કુવા તથા નહેરોનું સુવ્યવસ્થિત માળખું રચાયું હતું.
ઐતિહાસિક ધરોહરના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે કામ કરે છે WMF: વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (World Monuments Fund) દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ - 2025 (WMW) માં દુનિયાની ઐતિહાસિક સ્થળોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ભારત દેશમાંથી બે સ્થળ પસંદ કરવામાં આવ્યા છે. જેમાં ભુજની 450 વર્ષ જૂની ઐતિહાસિક જળ વ્યવસ્થાએ સ્થાન લીધું છે.
તમને જણાવી દઈએ કે, વર્ષ 1996 થી વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ શરૂ કરવામાં આવ્યું છે, અને વિશ્વભરના 112 દેશોમાં 700થી વધુ પ્રોજેક્ટ સાથે વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ (WMF) ઐતિહાસિક ધરોહરના સંરક્ષણમાં વૈશ્વિક સ્તરે કામ કરે છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડનો હેતુ ધરોહરને રક્ષિત કરવી, જાહેર જનજાગૃતિ લાવવી અને અમૂલ્ય વારસાને જીવંત રાખવા માટે મદદ કરવી છે.
Ease of travel is a top priority for India today. pic.twitter.com/0jHBkIdNjA
— PMO India (@PMOIndia) January 17, 2025
ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થા WMF દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025 માં પસંદ:
ભુજ શહેરની ઐતિહાસિક જળ વ્યવસ્થાએ વર્લ્ડ મોન્યુમેન્ટ્સ ફંડ દ્વારા વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025માં પસંદ કરાયેલા વિશ્વભરના 25 ઐતિહાસિક સ્થળોમાં સ્થાન મેળવ્યું છે. વર્લ્ડ મોન્યુમેન્ટ્સ વોચ 2025 માટે આ વર્ષે સાંસ્કૃતિક વારસાની ધરોહર સમાન સ્થળની પસંદગી કરવામાં આવી હતી, જેનું સંરક્ષણ નાગરિકો માટે મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.
કચ્છની 6 સ્વૈચ્છિક સંસ્થાઓનો સહિયારો પ્રયાસ: ભુજની હિસ્ટોરિક વોટર સિસ્ટમનું નોમિનેશન સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશન, સીઈપીટી રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ફાઉન્ડેશન, અમદાવાદ (CEPT Research and Development Foundation) દ્વારા સબમિટ કરવામાં આવ્યું હતું. આ નોમિનેશનનું નેતૃત્વ સેન્ટર ફોર હેરિટેજ કન્ઝર્વેશનના પ્રો. જીજ્ઞા દેસાઈ તથા પ્રોગ્રામ લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ જયશ્રી વર્ધ ને કર્યું હતું. જોકે કચ્છની 6 સ્વૈચ્છિક સંસ્થાઓ જેમાં ભુજની હુન્નર શાળા ફાઉન્ડેશન, એરિડ કોમ્યુનિટી એન્ડ ટેકનોલોજી, સેતુ અભિયાન, સાત્વિક, કચ્છ મહિલા વિકાસ સંગઠન અને ખમીર સહિતની સંસ્થાઓના સંયુક્ત પ્રકલ્પ 'હોમ્સ ઇન ધ સિટી' કાર્યક્રમ સાથે સંકલન કરવામાં આવ્યું હતું.
સ્વાવલંબી ભુજ આજે પાણી માટે નર્મદાના નીર પર નિર્ભર બન્યું:
ભુજ શહેરના હૃદય સમાં હમીરસર તળાવની ડિઝાઇન ઐતિહાસિક શહેરના પ્રારંભિક વિકાસને ટકાવી શકે તેવી રીતે તૈયાર કરવામાં આવી હતી. છેલ્લા 300 વર્ષમાં તળાવની આસપાસ વાવ, કુવા તથા નહેરોનું સુવ્યવસ્થિત માળખું પણ રચાયું હતું. કે જે વિષમ આબોહવામાં પણ જળાશયોના પાણી સાચવી રાખવા માટે સક્ષમ હતું. પરંતુ સમય જતાં શહેરના આધુનિક માળખાકીય વિકાસમાં જળ વ્યવસ્થાની કાર્યક્ષમતા છીનવી લેતા પાણી માટે સ્વાવલંબી ભુજ આજે પાણી માટે નર્મદાના નીર પર નિર્ભર બન્યું છે.
હમીરસર તળાવની પ્રણાલીને પુન:જીર્વિત કરવા તક: સીએચસીના પ્રોગ્રામ, લીડ ફોર એસેસમેન્ટ એન્ડ ટ્રેનિંગ તથા સહ નોમિનેટર જયશ્રી વર્ધને જણાવ્યું હતું કે, 'વર્ષ 2025 ના વર્લ્ડ મોન્યુમેન્ટ વોચની દેખરેખમાં સમાવેશ થવાથી હમીરસર તળાવની પ્રણાલીને પુન:જીવિત કરવા તથા સહયોગી હિસ્સેદારોની ભાગીદારી દ્વારા સંરક્ષણ વધારવાના પ્રયાસો કરવા માટે ભુજ શહેર પાસે એક તક છે.'
અંદાજિત 450 વર્ષ જૂની છે તે વૈશ્વિક સ્તરે સ્થાન પામી: 'હોમ્સ ઇન ધ સીટી' ભુજના સભ્ય જય અંજારિયાએ ભુજની ઐતિહાસિક જળ વ્યવસ્થા કે જે અંદાજે 450 વર્ષ જૂની છે તેને વૈશ્વિક સ્તરે સ્થાન મળ્યું છે, ત્યારે સ્થાનિક તંત્ર ભુજના જળસ્ત્રોતોનું ઝડપથી નોટિફાય તથા સંરક્ષિત કરવા સક્રિય બનશે તેવી આશા વ્યક્ત કરી છે. ઉપરાંત લોકો અને વિવિધ સંસ્થા તેમજ તંત્રના સહિયારા પ્રયાસો દ્વારા ભુજને પાણી માટે ફરી સ્વાવલંબી બનાવી શકાશે.
ઐતિહાસિક જળ વ્યવસ્થાની વિશેષતા: ઉલ્લેખનીય છે કે, આ જળ વ્યવસ્થાની વિશેષતા એ હતી કે, જ્યારે ભુજમાં પાણીની અછત સર્જાય અને હમીરસર સુકાઈ જાય ત્યારે તેને ભર ઉનાળે ભરી શકાય તેવી વ્યવસ્થા રાજાશાહી સમયે કરવામાં આવી હતી. પશ્ચિમે આવેલા અન્ય તળાવમાં જે સંગ્રહિત પાણી હોય તેને 24 કુવાની આવ દ્વારા તળાવ સુધી પહોંચાડવાની વ્યવસ્થા હતી. આ ઉપરાંત અનેક કુવા, તળાવ અને કેનાલ થકી ભુજ શહેરની જળ વ્યવસ્થા સચવાયેલી હતી જે આજના આધુનિક વિકાસમાં લુપ્ત થઈ ચૂકી છે.
આ પણ વાંચો: