નવસારી: શહેરની મધ્યમાં આવેલું દુધિયા તળાવ, એમ તો શહેરીજનો માટે વોક વે અને સાંજે બેસવા માટેનું ઉત્તમ સ્થળ છે. પરંતુ આજે દુધિયા તળાવ ખાતે એક ગંભીર બનાવ બન્યો હતો. એક માનસિક અસ્થિર યુવતી દ્વારા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હોવાની ઘટના બની હતી.
ડૂબતી યુવતીને બચાવી લેવાઈ: સૂત્રો પાસેથી મળતી મુજબ નવસારી સ્થિત આશાપુરા મંદિર પાસે એક એપાર્ટમેન્ટમાં 22 વર્ષીય માનસિક અસ્થિર યુવતીએ તળાવમાં છલાંગ લગાવીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ તળાવની વોકવે પર ચાલવા આવતા લોકોએ આ બનાવ જોઈને તાત્કાલિક નવસારી ફાયર વિભાગને જાણ કરી હતી. ફાયર વિભાગની ટીમ સમયસર ઘટના સ્થળે આવી પહોંચી હતી. ત્યારબાદ ફાયર વિભાગના જવાનોએ તાત્કાલિક તળાાવમાં છલાંગ લગાવીને યુવતીને ગણતરીની કલાકોમાં હેમખેમ બચાવી લીધી હતી. જે બાદ યુવતીના પરીવારજનોને જાણ કરવામાં આવતા તેઓ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહો્ંચ્યા હતા.
ફાયર વિભાગની સરાહનીય કામગીરી: સમગ્ર ઘટનામાં ફાયર વિભાગની ટીમ દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જેના કારણે એક યુવતીનો જીવ બચાવી લેવામાં આવ્યો હતો. ફાયર અધિકારી ધર્મેન્દ્રસિંહ જાડેજાના જણાવ્યા અનુસાર, આજે સવારે 11:45 વાગ્યે ફાયર વિભાગમાં કોલ આવ્યો હતો. જેમાં એક યુવતીએ દુધિયા તળાવમાં છલાંગ લગાવી છે. જેથી અમે ગંભીરતાને ધ્યાને લઈ અમારા 4 લોકોનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કર્યો હતો. જ્યાં અમારા ફાયર ફાઈટરોએ તળાવમાં કૂદીને યુવતીને હેમખેમ બહાર કાઢી હતી અને તેના પરિવારને સુપ્રત કરી હતી.
આ પણ વાંચો: