- મોદી સરકારનું કેબિનેટ વિસ્તરણ
- સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાને રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં
- ડૉ. મહેન્દ્ર મુંજપરા સુરેન્દ્રનગરના છે સાસંદ
સુરેન્દ્રનગરઃ મોદી સરકારનું કેબિનેટ વિસ્તરણ કરવામાં આવ્યું છે. જેમાં સુરેન્દ્રનગરના સાસંદ મહેન્દ્ર મુંજપરાને રાજ્ય પ્રધાન બનાવવામાં આવ્યાં છે. ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાનાં પરિવારમાં ત્રણ ભાઈઓ અને પાચ બહેનો છે. નાની ઉંમરમાં તેમના માતા-પિતાનું અવસાન થતાં પરિવારની જવાબદારી તેમના સીરે આવી હતી.
![સુરેન્દ્રનગરના સાંસદ ડૉક્ટર મહેન્દ્ર મુંજપરાની કેબિનેટ પ્રધાનમાં પસંદગી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-snr-sansadnicebinetmasthan_07072021174315_0707f_1625659995_719.jpg)
ડોક્ટર મહેન્દ્રનાં પરિવારમાં પત્ની એક પુત્ર અને પુત્રી છે
તેઓએ પરિવારની જવાબદારી સાથે-સાથે તેમણે ડૉક્ટર સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ડોક્ટર મહેન્દ્રનાં પરિવારમાં પત્ની એક પુત્ર અને પુત્રી છે. સુરેન્દ્રનગર રામ ભોજનાલય ખાતે ચાલતી હોસ્પિટલમાં પણ 10 વર્ષ માનવ સેવા આપી હતી. ત્યારબાદ તેઓએ પોતાની હોસ્પિટલ શરુ કરી હતી. હાલ તેવો સંસદની સાથે સાથે તેઓની હોસ્પિટલમાં પણ તે કામ સંભાળી રહ્યા છે.