સુરેન્દ્રનગરઃ જિલ્લામાં આમ આદમી પાર્ટીએ તિરંગા યાત્રા (Surendranagar AAP Tiranga Yatra) યોજી હતી. શહેરના મુખ્ય માર્ગો પર ભારતના તિરંગા અને ડીજેના તાલે આ તિરંગા યાત્રા યોજવામાં આવી હતી. તેમાં AAPના રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ અને ગુજરાત AAPના નેતા ઈસુદાન ગઢવી (Isudan Gadhavi Tiranga Yatra) જોડાયા હતા.
પંજાબ જીત્યા પછી AAPએ યોજી યાત્રા - પંજાબમાં આમ આદમી પાર્ટીનો વિજય (Aam Aadmi Party Victory in Punjab) થયા પછી પાર્ટીએ આ તિરંગા યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં AAP ગુજરાતના નેતા ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, પંજાબની જેમ હવે ગુજરાત પણ આ વખતે ચૂંટણીમાં AAPને તક (Aam Aadmi Party Victory in Punjab) આપશે.
આ પણ વાંચોઃ AAP Tiranga Yatra Gujarat : પંજાબમાં AAPની જીત થતા કામરેજમાં આમ આદમી પાર્ટીની વિજય ત્રિરંગા રેલી
તિરંગા યાત્રાનો હેતુ - યુવાનોમાં રાષ્ટ્રવાદ જાગે અને લોકો આમ આદમી પાર્ટીમાં જોડાય તે હેતુથી તિરંગા યાત્રા યોજવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટી તમારા નાણા તમારી પાછળ જ ખર્ચશે.