ETV Bharat / state

લીંબડીમાં નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં શહેરી જન સુખાકારી દિવસનો કાર્યક્રમ યોજાયો - ગુજરાતની રૂપાણી સરકાર

રૂપાણી સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવા પર અનેક કાર્યક્રમો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. આજે રવિવારે લીંબડી ખાતે શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે હાજરી આપી હતી.

લીંબડીમાં  શહેરી જન સુખાકારી દિવસનો કાર્યક્રમ યોજાયો

author img

By

Published : Aug 8, 2021, 10:32 PM IST

  • લીંબડી ખાતે રૂપાણી સરકારના પાંચ વર્ષની ઉજવણી કરાઈ
  • નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ રહ્યા ઉપસ્થિત
  • વિવિધ વિકાસ કાર્યોના ચેક વિતરણ કરવામાં આવ્યા

લીંબડી : રૂપાણી સરકારની ૫ વર્ષની ઉજવણીના ભાગરૂપે આઠમા દિવસે ‘શહેરી જન સુખાકારી દિવસ’ નિમિત્તે સરકારના શહેરી વિકાસ વિભાગ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા રાજ્યની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કાર્યોનું ઈ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રાજ્યના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો: શહેરી જન સુખાકારી દિવસની ઉજવણી, 5000 હજાર કરોડથી પણ વધુની રકમના કામોનું લોકાર્પણ

વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે નાયબ મુખ્યપ્રધાનની અધ્યક્ષતામાં મનદીપ હોલ ખાતે યોજાનાર કાર્યક્રમમાં જિલ્લાની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કામોના ચેક વિતરણ કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે રાજ્યની નગરપાલિકાઓના વિવિધ વિકાસના કાર્યોનું ઇ-ખાતમુહૂર્ત અને લોકાર્પણ મુખ્યપ્રધાન રૂપાણીના હસ્તે કરવામાં આવ્યુ હતુ, જ્યારે જિલ્લાની વિવિધ નગરપાલિકાના વિકાસના કામોના ઈ-લોકાપર્ણનું કાર્ય નાયબ મુખ્યપ્રધાનના હસ્તે કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં જિલ્લાના ધારાસભ્યો, નગરપાલિકાના પ્રમુખ તેમજ જિલ્લાના ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.

આ પણ વાંચો: ‘વિશ્વ આદિવાસી દિવસ’ નિમિત્તે 53 આદિવાસી તાલુકામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.