- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી
- સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાનાં 13 વોર્ડની ફુલ 52 બેઠકો માટે યોજાશે ચૂંટણી
- સેન્સ લેવાની પ્રક્રિયા દરમ્યાન મોટી સંખ્યામાં ટિકિટ વાંચ્છુકો ઉમટી પડ્યા હતા
સુરેન્દ્રનગર: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને આડે ગણતરીનાં દિવસો બાકી રહ્યાં છે. ત્યારે આચારસંહિતા લાગુ થયા બાદ ભાજપ દ્વારા ઉમેદવારોની સેન્સ લેવાની પ્રક્રિયા હાલમાં રાજ્યભરમાં ચાલી રહી છે. સુરેન્દ્રનગરનાં વઢવાણ GIDC હૉલ ખાતે ભાજપનાં નિમાયેલા નિરીક્ષકો દ્વારા ટિકીટ વાંચ્છુક ઉમેદવારોની સેન્સ લેવામાં આવી હતી.
વઢવાણ GIDC હોલ ખાતે યોજાયો હતો કાર્યક્રમ
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને લઈને ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાની ચૂંટણી માટે વઢવાણ GIDC હૉલ ખાતે ભાજપનાં નિરીક્ષકો દ્વારા સેન્સ લેવાનો પ્રારંભ કરાયો હતો. સુરેન્દ્રનગર સંયુક્ત નગરપાલિકાના 13 વોર્ડની ફુલ 52 બેઠકો માટે ભાજપ દ્વારા સેન્સ લેવામાં આવી હતી. નગરપાલિકાની ચૂંટણી માટે ભાજપમાંથી ટીકીટ મેળવવા માટે મોટી સંખ્યામાં ટીકીટ વાંચ્છુકો સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉપસ્થિત રહ્યા હતાં. ભાજપના નિરીક્ષકો દિલીપભાઈ પટેલ, મંગલસિંહ અને કલ્પનાબેન રાવલ દ્વારા સેન્સ લેવાઈ હતી. હવે ઉમેદવારોની યાદી પાર્લામેન્ટરી બોર્ડને મોકલવામાં આવશે. ત્યાંથી આખરી નામોની પસંદગી પર મહોર લાગશે.