સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે પોલીસ નામ પુરતી જ હોઇ તેમ સુરેન્દ્રનગર જિલ્લો ગુનાખોરીનુ હડીયલ બન્યો છે, જિલ્લામાં રોજ હત્યા ફાઇરીગ જુથ અથડામણ લૂંટ જેવા બનાવો સામાન્ય બન્યા છે. ત્યારે રવિવારના ઘોળા દિવસે શહેરમાં લોકોની ઘમઘમતી મેઇન બજારમાં માધવલાલ મગનલાલ આગંડીયા પેઢીમાં બે અજાણ્યા શખ્સોએ લૂંટ કરી હતી. અંદાજે વીસથી બાવીસ વર્ષના લાગતા યુવકોએ આગંડીયા પેઢીમાં બેઠેલા કર્મચારી અરજણભાઈ રબારી પર લોખંડની હથોડીથી હુમલો કરી લોહી લુહાણ કરી લૂટ કરી ફરાર થયા હતા અને ઇજાગ્રસ્ત કર્મચારીને 108ની મદદથી ગંભીર હાલતમાં સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો છે.
સુરેન્દ્રનગરમાં ધોળા દિવસે આંગડીયા પેઢીની ઓફીસમાં જઇને બે અજાણ્યા શખ્સોએ લુટને અઅંજામ આપતા સુરેન્દ્રનગર જિલ્લાના LCB, SOG, DYSP સહિત પોલીસ ટીમો ઘટના સ્થળે પહોચી હતી અને તપાસ હાથ ધરી હતી ત્યારે પોલીસે CCTVની તપાસ હાથ ધરતા પેઢીમાં અંદાજે બે વીસથી બાવીસ વર્ષના યુવકો ગ્રાહકના સવાગમાં પ્રવેશી કર્મચારી અરજણભાઈ રબારી પર હથોડીના ઘા મારી લોહીલુહાણ કર્યા હતા અને લૂટને અંજામ આપતા દેખાયા હતા, જેથી પોલીસે તાત્કાલિક જિલ્લા ભરમાં નાકાબંધી કરી લૂંટારૂને ઝડપવાની ગતીવિધી હાથ ધરી હતી, પરંતુ પોલીસને કોઈ સફળતા મળી ન હતી.
ત્યારે પ્રાથમિક તપાસમાં આગંડીયા પેઢીમાં અરજણભાઈ રબારી એકલા જ હોતા ત્યારે લૂટારૂઓએ હુમલો કરી 1.60 લાખની લૂટ કરી હોવાનો હાલ અંદાજ છે, ત્યારે આટલી મોટી રકમ લોકરમા બંધ હોવાથી લુટારાઓને હાથ લાગી ન હતી. તેમજ આ લૂટ થઇ ત્યારે કર્મચારી એકલો જ હોઇ તેના આધારે પોલીસે પણ આ લૂટમા કોઇ જાણ ભેદુ હોઇ શકે તેવી પણ શંકા વ્યક્ત કરી હતી.
આ કર્મચારી અરજણભાઈ રબારી સાથે અંદાજે આઠેક વર્ષ અગાઉ પણ લૂટનો બનાવ શહેરમાં બન્યો હતો. હાલ પોલીસે સી.સી.ટી.વી ફૂટેજના આધારે જિલ્લાભરમાં નાકાબંધી કરી લૂટારૂને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે, પરંતુ કર્મચારી પણ હાલ હુમલો થતા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઇ રહયો છે, હવે પોલીસ કયારે લૂંટારૂને ઝડપી અને લૂંટના બનાવ પરથી કયારે પડદો પાડે છે તે જોવુ રહ્યું...