ETV Bharat / state

સુરેન્દ્રનગર-લીમડી આંગડીયા પેઢીના થેલાની લૂંટના આરોપી ઝડપાયા

author img

By

Published : Dec 29, 2019, 4:27 AM IST

સુરેન્દ્રનગરઃ અમદાવાદ લીંમડી હાઈવે પર લીંબડી નજીક અંદાજે રૂપિયા 91.76 લાખના માલમત્તા ભરેલા થેલાની લૂંટ ચલાવી નાસી છુટેલા બે આરોપીઓને પોલીસે રૂપિયા 49.52 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે.

police arrested two accused of robbery case in surendranagar
police arrested two accused of robbery case in surendranagar

સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે પોલીસનું અસ્તીત્વ જ ના હોય તેમ જિલ્લો ગુનાખોરીનુ હબ બની ગયો છે. જિલ્લામાં લૂંટ, હત્યા, મારામારી, જૂથઅથડામણ જેવા બનાવો સામાન્ય બની રહ્યા હોય છે. ત્યારે ગત તારીખ 12/12/2019ના રોજ અમદાવાદની રાજેશ નારાયણ આંગડીયા પેઢીનો માણસ એસ.ટી. બસમાં બેસી અંદાજે રૂપિયા એક કરોડના રોકડ સહિતનો થેલો લઇ અમદાવાદથી રાજકોટ જવા રવાના થયો હતો, ત્યારે લીંબડી નજીક નંદનવન હોટલ પર બસ ચા પાણી માટે ઉભી રહી તે દરમિયાન કોઇ અજાણ્યા શખ્સો તેનો થેલો લઇ ફરાર થઈ ગયા હતા. જેથી પોલીસે નાકાબંધી કરી આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. આરોપીઓનું કોઇ પગેરૂં નહિ મળતા સુરેન્દ્રનગર DSP મેહેન્દ્ર બગડીયાએ LCB, SOG સહિતની ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

અમદાવાદ લીંમડી હાઈવે પરથી આંગડીયા પેઢીના થેલાની લૂંટ કેસના આરોપી ઝડપાયા

સુરેન્દ્રનગર પોલીસ ટીમે અલગ અલગ CCTVની મદદથી આરોપીઓને જેલના હવાલે કરવા ચક્રો ગતિમાન કર્યો હતા. પોલીસને જે લીંબડી હોટલ પરથી થેલાની લૂંટ થઈ હતી, તે હોટલ નંદનવનના CCTV ચેક કરતા અને અમદાવાદ ગીતા મંદિર બસ સ્ટેશનના CCTV ચેક કરતા એક શંકાસ્પદ આરોપીની ભાળ મળી હતી. આ શંકાસ્પદ વ્યક્તિ આંતરરાજય બસમાં બેસતો જોવા મળ્યો હતો. જેથી પોલીસે ટેકનીકલ સેલની મદદ વડે રાજસ્થાન અને ઉતર પ્રદેશમાં તપાસ માટે ટીમો મોકલી આરોપીઓ સુધી પહોંચવા કાયદાનો હાથ લંબાવ્યો હતો. જેમાં પોલીસને સફળતા મળી હતી.

પોલીસે પ્રથમ ઉધમસિંહ દાતારામ ગુર્જર (રહેવાસી અતિરાજકાપુર તાલુકો બાડી જિલ્લો ધોલપુર)ની ઓળખ થતા અટક કરી પુછપરછ હાથ ધરી હતી. પુછપરછ દરમિયાન તેણે કબુલાત કરી કે, રાજકોટ અમદાવાદ વચ્ચે કઈ રીતે પાર્સલની ડીલેવરી થાય છે, તેની માહિતી પ્રદિપસિંહ માનસિંહ રાજપુત (રહેવાસી રાજકોટ માંડવી ચોક મુળ રહેવાસી રાજેસ્થાન)એ આપી હોતી. જે બાદ પોલીસે તેની પણ ધરપકડ કરી હતી. પોલીસે કડક પુછપરછ કરતા બન્ને આરોપીઓએ પોતાનો ગુનો કબુલ કરી સાથી આરોપીના નામ આપ્યા હતા.

આ ગુનામાં સામેલ આરોપીઓના નામ

(1) બાબુસિંગ માનસિંગ તોમર આગ્રા, ઉતરપ્રદેશ
(2) ઉધમસિંહ દતારામ ગુર્જર રાજસ્થાન
(3) સતોષકુમાર ખુશીરામ ગહલોત
(4) પ્રદિપસિંહ રામપ્રકાશ પરમાર
(5) પુષ્કર પ્રવલસિંહ ઝાટ
(6) બ્રીજેન્દ્રસિંહ રાજપુત
(7) બબ્બુ મુસ્લિમ
(8) સતીષ
(9) દિનેશસિંગ ગુર્જર રાજસ્થાન
(10) સુંદર

ઉપરના તમામ આરોપીઓએ મળી કાવતરૂ રચી અમદાવાદથી બાઈક ચોરી 2 આરોપીઓ એસ.ટી. બસનો પીછો કરતા હતા. અન્ય આરોપીઓ તેમની મદદ કરતા હતા. તેવી કબુલાત પોલીસને આપી હતી. પોલીસે આ ઝડપાયેલા બે આરોપીઓ પાસેથી રોકડા રૂપિયા 1.4 લાખ, 4 કિલો 265 ગ્રામ સોનું કિંમત 48.7 લાખ, મોટર સાયકલ, દેશી તમંચો કારતુસ સહિત રૂપીયા 49.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે અન્ય નાસી છૂટેલા 8 આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.

Intro:Body:Gj_snr_Agadiya lut_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :
ફોર્મેટ :avb

આંગડીયા પેઢીના થેલાની લૂંટના આરોપી ઝડપાયા

અમદાવાદ લીંમડી હાઈવે પર લીંબડી નજીક અંદાજે 91.76 લાખના માલમત્તા ભરેલા થેલાની લૂટ ચલાવી નાશી છુટેલા બે આરોપીઓને પોલીસે રૂપીયા 49. 52 લાખના મુદ્દામાલ સાથે ઝડપીયા
સુરેન્દ્રનગર જિલ્લામાં જાણે પોલીસનું અસ્તીત્વ જ ન હોઇ તેમ સુરેન્દ્રનગર જીલ્લો ગુન્હાખોરીનુ હબ બન્યો છે ને જીલ્લામાં રોજ લૂટ, હત્યા, મારામારી, જુથઅથડામણ જેવા બનાવો સામાન્ય બની ગયા છે ત્યારે ગત તારીખ 12/12/2019 ના રોજ અમદાવાદની રાજેશ નારાયણ આંગડીયા પેઢીનો માણસ એસ.ટી. બસ મા બેસી અંદાજે રૂપીયા એક કરોડના રોકડ સહિતનો થેલો લઇ અમદાવાદ થી રાજકોટ જવા રવાના થયેલો ત્યારે લીંબડી નજીક નંદનવન હોટલ પર બસ ચા પાણી માટે ઉભી રહી ત્યારે કોઇ અજાણીયા શખ્સો થેલો લઇ ફરાર થયા હતા જેથી પોલીસે નાકાબંધી કરી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા હતા પરંતુ આરોપીઓનું કોઇ પગેરૂં નહિ મળતા સુરેન્દ્રનગર DSP મેહેન્દ્ર બગડીયાએ LCB SOG સહિતની ત્રણ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી.

સુરેન્દ્રનગર પોલીસ ટીમે અલગ અલગ સી.સી. ટીવીની મદદથી આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કરતા પોલીસને જે લીંબડી હોટલ પરથી થેલાની લૂટ થયેલી તે હોટલ નંદનવન ના સી.સી. ટીવી ચેક કરતા અને અમદાવાદ ગીતા મંદિર બસ શટેશન ના સી.સી. ટીવી ચેક કરતા એક શંકાસ્પદ આરોપી ની ભાળ મળી હતી અને આ શંકાસ્પદ વ્યક્તિ આતર રાજય બસ મા બેઠતા દેખાયો હતો જેથી પોલીસે ટેકનીકલ શેલની મદદથી રાજેસ્થાન અને ઉતર પ્રદેશમાં તપાસ ટીમો મોકલી આરોપીઓ સુધી પોહોચવા કાયદાનો હાથ લંબાવ્યો હતો જેથી પોલીસને સફળતા મળી હતી અને પોલીસે પ્રથમ ઉધમસિંહ દાતારામ ગુર્જર રેહેવાસી અતિરાજકાપુર તાલુકો બાડી જીલ્લો ધોલપુર વાળો હોઇ તેની ઓળખ થતાં અટક કરી પુછપરછ હાથ ધરતા તેણે કબુલાત આપી હતી કે તેને રાજકોટ અમદાવાદ વચ્ચે કઇ રીતે પાર્સલની ડીલેવરી થાય છે તેની માહિતી પ્રદિપસિંહ માનસિંહ રાજપુત રેહેવાસી રાજકોટ માડવીચોક મુળ રેહેવાસી રાજેસ્થાન એ આપી હોઇ તેની પણ ધરપકડ કરી પોલીસે આગવી ઢબે પુછપરછ કરતા બન્ને આરોપીઓ એ કબુલાત આપી હતી કે આ ગુન્હામાં આરોપીઓ (1) બાબુસિંગ માનસિંગ તોમર આગ્રા ઉતરપ્રદેશ (2) ઉધમસિંહ દતારામ ગુર્જર રાજેસ્થાન (3) સતોષકુમાર ખુશીરામ ગહલોત (4) પ્રદિપસિંહ રામપ્રકાશ પરમાર (5) પુષ્કર પ્રવલસિંહ ઝાટ (6) બ્રીજેન્દ્રસિંહ રાજપુત (7) બબ્બુ મુસ્લિમ (8) સતીષ (9) દિનેશસિંગ ગુર્જર રાજેસ્થાન (10) સુંદર એમ તમામ આરોપીઓએ મળી કાલત્રરૂ રચી અમદાવાદથી બાઇક ચોરી બે આરોપીઓ એસ.ટી. બસનો પીછો કરતા હતા અને અન્ય આરોપીઓ મદદ કરતા હતા તેવી કબુલાત પોલીસને આપી હતી પોલીસે આ ઝડપાયેલા બે આરોપીઓ પાંસેથી રોકડા રૂપિયા 1.4 લાખ, સોનું 4 કીલો 265 ગ્રામ સોનું કિંમત 48.7 લાખ તેમજ મોટર સાયકલ દેશી તમંચો કાર્ટીસ સહિત રૂપીયા 49.52 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો અને અન્ય નાશી છૂટેલા આઠ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે

બાઈટઃ શૈફાલી બરવાલ
પ્રોબેશનલ SP સુરેન્દ્રનગરConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.