ETV Bharat / state

સુરેન્દ્રનગરમાં કવિ રમેશ આચાર્યનું સન્માન કરાયું - પુરૂસોત્તમ રૂપાલા

સુરેન્દ્રનગર: જિલ્લામાં કવિ રમેશ આચાર્યનો સન્માન સમારોહ યોજાયો હતો. ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગરમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનમાં સન્માન સમારોહનો કાર્યક્રમ યોજાયો હતો. જે કાર્યક્રમ કેન્દ્રીય રાજ્યપ્રધાન પુરુસોત્તમ રૂપાલાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

kavi
કવિ
author img

By

Published : Dec 29, 2019, 3:49 PM IST

કાર્યક્રમ અંતર્ગત કેન્દ્રીય રાજયપ્રધાન પુરૂસોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે, કવિઓ, સાહિત્યકારો શબ્દના મર્મને સમજી સાહિત્યની રચનાઓ સમાજ સમક્ષ મુકતા હોય છે. આવા કવિઓનું ઝાલાવાડમાં સન્માન થાય તે એક અદભુત ઘટના છે. સાહિત્યકારોનું સન્માન એ ભાષા–સાહિત્યનું સન્માન છે. રૂપાલાએ તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન મોદીનો સાહિત્ય પ્રત્યેનો લગાવ અને તેમની દીર્ઘ દ્રષ્ટિનો ઉલ્લેખ કર્યો હતો.

સુરેન્દ્રનગરમાં કવિ રમેશ આચાર્યનું સન્માન કરાયું

કેન્દ્રીય રાજ્યપ્રધાન રૂપાલાએ વધુમાં કહ્યું કે, લોકસાહિત્ય પરિવારને બિરદાવી સાહિત્યકારોના સન્માન થકી જ આવનારી પેઢીને ગુજરાતી ભાષા વિશે વધુ જાણકારી મળી શકે છે. કેન્દ્રીય રાજયપ્રધાનના હસ્તે કવિ રમેશ આચાર્યને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતાં.

કવિ રમેશ આચાર્યએ આ પ્રંસગે કહ્યું કે, ગુજરાતી ભાષાથી આજના યુવાનો દૂર થતા જાય છે. આજના યુવાનોને ગુજરાતી ભાષાના શબ્દો માટેનુ સમજણ પ્રત્યે જ્ઞાન અપૂરતું છે. મને જે સન્માન મળ્યું તે મને નહિ પણ ગુજરાતી ભાષાનું સન્માન છે. હું તો માત્ર નિમિત્ત છું. આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ વિષ્ણુ પંડ્યા, સાંસદ ડો. મહેન્દ્ર મુંજપરા, ધારાસભ્ય ધનજી પટેલ, લોકસાહિત્ય પરિવારના અધ્યક્ષ ભુપેન્દ્ર દવે, કવિ ડૉ. જયેન્દ્ર શેખડીવાલા તેમજ અગ્રણી જગદીશ ત્રિવેદી સહિત ઝાલાવાડના કવિઓ, લેખકો અને સંસ્થાના પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

Intro:Body:Gj_snr_kavi sanman_avb_10019
Vijay Bhatt
Surendranagar
Mo : 97250 77709
એપ્રુવલ :
ફોર્મેટ : avb

સુરેન્દ્રનગરમાં યોજાયેલ કવિશ્રી રમેશ આચાર્યનો સન્માન સમારોહ

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર અને ઝાલાવાડ લોકસાહિત્ય પરિવાર, સુરેન્દ્રનગરના સંયુક્ત ઉપક્રમે સુરેન્દ્રનગર સ્થિત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાના અધ્યક્ષસ્થાને કવિશ્રી રમેશ આચાર્યનો સન્માન સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે પ્રાસંગિક ઉદ્દબોધન કરતા કેન્દ્રીય રાજયમંત્રીશ્રી પરસોત્તમ રૂપાલાએ જણાવ્યુ હતું કે, કવિઓ, સાહિત્યકારો શબ્દના મર્મને સમજી સાહિત્યની રચનાઓ સમાજ સમક્ષ મુકતા હોય છે, અને આવા કવિશ્રીનું ઝાલાવાડમાં સન્માન થાય એ એક અદભુત ઘટના છે. સાહિત્યકારોનું સન્માન એ ભાષા – સાહિત્યનું સન્માન છે. તેમણે તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી પણ સાહિત્ય પ્રત્યેનો તેમનો લગાવ અને તેમની દીર્ઘ દ્રષ્ટિનો ઉલ્લેખ પણ કરેલ. મંત્રીશ્રીએ લોકસાહિત્ય પરિવારને બિરદાવી સાહિત્યકારોના સન્માન થકી જ આવનારી પેઢીને ગુજરાતી ભાષા વિશે વધુ જાણકારી મળી શકે છે, તેમ પણ ઉમેર્યું હતું.આ પ્રસંગે કેન્દ્રીય રાજયમંત્રીશ્રીના હસ્તે કવિશ્રી રમેશ આચાર્યને શિલ્ડ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સન્માનિત થયેલ કવિશ્રીએ સન્માનનો પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે ગુજરાતીભાષાથી આજના યુવાનો દૂર થતાં જાય છે. અને આજના યુવાનોને ગુજરાતી ભાષાના શબ્દો માટેનું સમજણ પ્રત્યે જ્ઞાન અપૂરતું છે. ત્યારે મને જે સન્માન મળ્યું તે મને નહિ પણ ગુજરાતી ભાષાનું સન્માન છે અને હું તો માત્ર નિમિત્ત છુ.આ પ્રસંગે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષ શ્રી વિષ્ણુભાઈ પંડ્યા,સાંસદ ડો. મહેન્દ્રભાઈ મુંજપરા, ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલ, લોકસાહિત્ય પરિવારના અધ્યક્ષશ્રી ભુપેન્દ્ર દવે, સુપ્રસિધ્ધ કવિશ્રી ડો. જયેન્દ્ર શેખડીવાલા તેમજ અગ્રણી જગદીશ ત્રિવેદી સહિત ઝાલાવાડના કવિઓ, લેખકો અને સંસ્થાના પ્રશિક્ષણાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.
બાઈટ
(૧) પરસોતમ રૂપાલા
(કેન્દ્રીય રાજ્ય મંત્રી)
(2) કવિશ્રી રમેશ આચાર્ય (સન્માનિત થયેલ કવિશ્રી)Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.