સુરેન્દ્રનગર: લખતર તાલુકાના મફતિયાપરા અને આસપાસના 80થી વધારે ઘરમાં ત્રણ મહિનાથી પાણી પહોંચતુ ન હોવાથી આ વિસ્તારના રહીશો ભરઉનાળે પાણી માટે વલખા મારી રહ્યા છે. આ અંગે ગ્રામપંચાયતને સ્થાનિક રહેવાસીઓએ રજૂઆત કરી હોવા છતા કોઇ કાર્યવાહી ન થતા ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. તંત્ર તરફથી પાણીની વ્યવસ્થાના અભાવે લોકો પોતાનાં ખર્ચે પાણીનાં ટેન્કર બોલાવતા હતા. તે પણ લોકડાઉનના પગલે અનિયમીત થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પીવાનું પાણી ભરવા ભરઉનાળામાં ધોમધખતા તડકામાં મહિલાઓ માથે બેડા લઈ દોઢેક કિમી દૂર તળાવમાં જવા મજબૂર બની છે. પવિત્ર રમજાન મહિનામાં લોકોને પાણીના અભાવે રોઝા ખોલવામાં પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લખતરના મફતિયાપરામાં લોકો 3 મહિનાથી પાણીવિહોણા - લખતરના મફતિયાપરામાં લોકો પાણીથી વંચિત
સુરેન્દ્રનગરના લખતર તાલુકાના ઢાંકી ગામે નર્મદા નિગમનું પમ્પીંગ સ્ટેશન આવેલું છે. આ પમ્પીંગ વડે સૌરાષ્ટ્ર-કચ્છમાં પાણી પહોંચાડવામાં આવે છે ત્યારે હાલ લખતર તાલુકાની આસપાસના ગામડાઓ માટે કુવાકાંઠે તરસ્યા જેવો ઘાટ જોવા મળી રહ્યો છે.
![લખતરના મફતિયાપરામાં લોકો 3 મહિનાથી પાણીવિહોણા સુરેન્દ્રનગરના લખતરના મફતિયાપરામાં લોકો 3 મહિનાથી પાણીવિહોણા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7152462-1021-7152462-1589190662660.jpg?imwidth=3840)