રોજકોટ: કોરોના વાઈરસના ફેલાવાને અટકાવવા માટે જાહેર કરાયેલા લોકડાઉનને કારણે લોકોની બહાર અવર-જવર ઓછી થઈ જવાથી જંગલ વિસ્તારના આજૂબાજૂના ગોમોમાં વન્ય પ્રાણીઓ નિર્ભય બની વિચરતા જોવા મળે છે.
રાજકોટ જિલ્લાના જંગલ વિસ્તારમાં દીપડા વસવાટ કરે છે. આ દીપડા ઘણીવાર ગામોની સીમ તેમજ ગામોમાં દેખા દે છે. રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા ઢાંક ગામમાં બે દિવસ અગાઉ દીપડો દેખાયો હતો. જે કારણે વન વિભાગ દ્વારા આ દીપડાને પકડવા માટે પાંજરૂ મુકવામાં આવ્યું હતું.
આ પાંજરામાં રવિવાર મોડી રાત્રે દીપડો પકડાયો હતો. દીપડો પાંજરે પૂરાતા ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હાલ આ દીપડાને ઉપલેટા વન વિભાગની કચેરી ખાતે રાખવામાં આવ્યો છે.