થાનમાં રહેતા પ્રકાશભાઇ પરમારના ભત્રીજાએ કુહાડીના ઘા મારી કાકાની હત્યા કરી છે. જ્યારે સુરેશભાઇને ગંભીર ઇજા પહોંચી છે. આ ઘટના ગામમાં ફેલાતાં સમાજમાં તેના ઘેરા પ્રત્યાઘાતો પડ્યાં હતા. ગ્રામજનોએ પીપળાવાળા ચોકમાં મૃતદેહને મૂકીને તેનો અસ્વીકાર કરી આરોપીઓને પકડવાની માંગ કરી હતી. તો બીજી તરફ ગામમાં લોકોએ ટાયર સળગાવીને ઘટનાનો વિરોધ કર્યો હતો.
ગ્રામજનોએ પોલીસે પાસેથી આરોપીઓને વહેલામાં વહેલી તકે પકડી જેલ ભેગા કરવાની બાહેંધરી લીધા બાદ મૃતદેહનો સ્વીકાર કર્યો હતો. તે બાદ મૃતદેહની અંતિમવિધી કરી હતી. આમ, સમાજમાં સંબંધોની ખોટી છાપ ઉભી કરનારા આરોપીને પકડવા માટેની માંગ ઉગ્ર બની છે.