લીમડી નેશનલ હાઈવે રોડ પરથી પસાર થતા વાહનોને ચેક કરી જિલ્લામાંથી આવી નશાયુક્ત ડ્રગ્સનું વેચાણ તથા વાહન કરતા ઇસમોને બાતમીના આધારે પકડી પાડ્યાં હતાં. એમ.એમ. ઠાકોર પો.સબ ઈન્સ. પાણશીણાને ગેરકાયદેસર અને બિન અધિકૃત રીતે ગાંજાનો જથ્થો પસાર થનારની બાતમી મળી હતી. અધિકારીની સુચના મુજબ, એસ.ઓ.જી. સુરેન્દ્રનગરના પોલીસ ઇન્સ્પેક્ટર એફ.કે. જોગલ તથા એ.એસ.આઇ. દાજીરાજસિંહ તથા એ.એસ.આઇ.પ્રવિણભાઇ તથા એચ.સી.હસુભાઇ તથા એમ.એમ.ઠાકોર પો.સબ ઇન્સ. પાણશીણા તથા એ.એસ.આઇ.દિનેશભાઇ સામતીયા તથા પો.કોન્સ. પ્રવિણસિંહ વગેરે સ્ટાફ દ્વારા પાણશીણા ચેક પોસ્ટ ખાતે વૌચ ગોઠવી બગોદરા તરફથી આવી રહેલ ટ્રેલર ટ્રકની તપાસ કરતા બે ઇસમો મળી આવ્યાં હતાં.
આ ટ્રકમાંથી બિન અધિકૃત અને ગેરકાયદેસર રીતે ગાંજાનો જથ્થો 21,900 કિ.ગ્રા કિ.રૂ. 1,31,400 મળી કુલ કિ.રૂ. 30,48,534.52 /-નો મુદામાલ સાથે આરોપીની ધરપકડ કરી હતી. આંધ્રપ્રદેશ રાજ્યના તણી જિલ્લાના નરસિંહપટન્મ રેલ્વે સ્ટેશન નજીકથી ગાંજો આપનાર અજાણ્યો ઈસમ વિરુદ્ધમાં પાણશીણા પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની વધુ તપાસ સી. કે.ખરાડી કરી રહ્યા છે.