ઉલ્લેખનીય છે કે ગત વર્ષની ટર્મમાં પણ મહેશભાઈ પટેલ ચેરમેન તરીકે રહી ચૂકેલ છે અને હાલમાં નવું APMC બનાવવાની કામગીરી પણ ચાલુ છે. ખેડૂતોને તેમને પાકના પુરા ભાવ મળે અને તેમને પોતાનો પાક વેચવા માટે બીજે દૂર ન જવું પડે, ખેડૂતોને ઘર આંગણે આ માર્કેટ યાર્ડનો લાભ મળે શહેર તેમજ આજુબાજુના ગામડામાં ખેતી ઉપર નભતા લોકોની સંખ્યા વધુ છે. સરકાર દ્વારા ખેડૂતો ને સારી સુવિધાઓ મળી રહે તે માટે કામ કરવા માટે ચેરમેન તેમજ વાઇસ ચેરમેન અને તેમની ટીમના લોકો કાર્ય કરશે.
બુધવારના રોજ નવા ચેરમેન તેમજ વાઇસ ચેરમેન દ્વારા પોતાની ઉમેદવારી કરી હતી અને સામે બીજા કોઈ ઉમેદવારોએ ઉમેદવારી ન કરતા બુધવારન રોજ ધ્રાંગધ્રા APMCમાં પણ ચેરમેન અને વાઇસ ચેરમેનમાં પણ બીજા કોઈએ દાવેદારી ન કરતા APMCમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યાર્ડના નવા ચૂંટાયેલા ડિરેક્ટર તેમજ શહેર ભાજપના આગેવાનો હાજર રહ્યા હતા.