સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોએ વીમા કંપની વિરુદ્ધ કાયૅવાહિ કરવાની માંગ સાથે ચોટીલા,સાયલા,મુળી સહિતના ગામોમાં ફરી ખેડૂતના વિવિધ પ્રશ્નોને લઈ સુરેન્દ્રનગર કલેક્ટરને રજૂઆત કરવા પહોચ્યા હતા. અહીં તેમણે રજૂઆતમાં જણાવ્યુ હતુ કે, 2018 ખરીફ પાકનો વીમો લીધેલ હતો પરંતુ ખેડૂતોને વીમાની પોલીસી સર્ટીફિકેટ આપેલા નથી, તેમજ 2018ના વર્ષમા ખરીફ પાક કપાસનો સંપૂર્ણ પાક નિષ્ફળ ગયેલો તેની સામે બેન્ક ધિરાણ લોન અને ખેડૂતો દ્રારા કરવામાં ખર્ચનુ પણ નુકશાન ગયેલ તેમ છતા ખેડૂતોને વળતર ચૂકવેલુ નથી.
વધુમાં જણાવ્યુ હતુ કે, 2017અતિવૃષ્ટિ અને પુરને કારણે ખેડૂતોને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા તેનો પાક વીમો મળેલ નથી. તેમજ સુરેન્દ્રનગરમાં 70 હજાર ખેડૂતોએ પાક વીમો ભર્યો તેમ છતાં અનેક ખેડૂતોને પાકવીમો મળ્યો નથી. જે પાક વીમો મળ્યો છે, તેને પુરતી રકમ મળી નથી. ત્યારે હવે તાત્કાલિક ધોરણે વીમા કંપની વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવે તેવી રજૂઆત કરી હતી. તેમજ ખેડૂતોના વિવિધ મુદ્દે મુખ્યપ્રધાનના સચિવ અને પણ રજૂઆત કરવામાં આવશે. તેમ ખેડૂત આગેવાન ભરતસિંહ ઝાલાએ જણાવ્યુ હતુ. આ અંગે તાલુકા કચેરીએ પણ ખેડૂતોના પ્રશ્ને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.