ભૂમાફિયાઓએ સરકારી અધિકારીઓ સાથે વાત કરીને તથા કાગળોનું ખોટું અર્થઘટન કરીને કરોડોની કિંમતની 800 એકર સરકારી જમીનનું કૌભાંડ આચર્યું હતું. આ કેસમાં તત્કાલીન કલેકટર ચંદ્રકાન્ત પંડ્યા, ચોટીલાના નાયબ કલેકટર વી. ઝેડ. ચૌહાણ અને ઈન્ચાર્જ મામલતદાર જે. એલ. ધાડવી સામે ગુનો દાખલ થયો હતો.
કેસમાં નાસતા-ફરતા ચંદ્રકાન્ત પંડ્યાને ભાગેડું જાહેર કરવામાં આવ્યા હતા. ચંદ્રકાન્ત પંડ્યા સોનગઢ કોર્ટમાં હાજર થવા માટે પોતાના વકીલ સાથે આવ્યા હતા, પરંતુ કોર્ટમાં વકીલોની હડતાલ ચાલુ હોવાથી વકીલોએ તેમને અટકાવ્યા હતા. ત્યારબાદ ચંદ્રકાન્ત પંડ્યા સુરેન્દ્રનગરની ACBઓફિસે હાજર થવા માટે ગયા હતા. આ કેસની તપાસ રાજકોટ ACB કરતી હોવાથી તેમને હાજર કર્યા ન હતા. ભાગેડુ જાહેર કર્યા બાદ અધિક કલેક્ટર અચાનક હાજર થતા અનેક અટકળો વહેતી થઈ છે.