લખતર તાલુકામાં આવેલાં ઝમર ગામ પાસે સુરેન્દ્રનગરથી અમદાવાદ તરફ ટાટા મેક્સોના (GJ.01.HX.3538) ગાડી જઈ રહી હતી. ત્યારે ડ્રાઈવરે કાર પર કાબૂ ગુમાવતાં 40 વર્ષીય મહિલા મીનાબેન વાઘેલા, 12 વર્ષીય મનીષા વાઘેલા અને 6 વર્ષીય ભૂમિકાને અડફેટે લેતા તેમનું મોત થયું હતું. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગળની તપાસ હાથ ધરી હતી.
મળતી માહિતી પ્રમાણે ચાર ચાલકે પંજાબ નેશનલ બેન્કનો ચીફ મેનેજર છે. જેનું નામ પુરષોત્તમ વિનીત છે. તે આ ઘટના બાદ લખતર પોલીસ સ્ટેશને હાજર થયા હતાં. ત્યારે ગ્રામજમનો પણ પોલીસ સ્ટેશને એકઠાં થઈને મૃતકોને ન્યાય આપવાની માગ કરી હતી.