સુરેન્દ્રનગર: હાલ કોરોના વાઇરસને લઇ હાહાકાર મચી ગયો છે અને લોકો વાઇરસથી પરેશાન છે, ત્યારે એક NRIએ લોકડાઉનનો સદ ઉપયોગ કરી અતિ આધુનિક કેમિકલ રહીત નેચરલ સેનેટાઇઝ ટર્નલની શોધ કરી અને પ્રથમ ટર્નલ બનાવી સુપ્રસિદ્ધ વડવાળા મંદિરમાં અર્પણ કર્યુ હતું.
મૂળ લંડન રહેતા NRI આનંદભાઇ દેસાઇ લોકડાઉન પહેલા વિદેશથી ભારત સુરેન્દ્રનગર આવ્યા હતાં, પરંતુ ભારત આવ્યા બાદ કોરોના વાઇરસને લઇ લોકડાઉનની જાહેરાત થતા અને હવાઇ સેવા બંધ થતા આનંદભાઇ ગુજરાત સુરેન્દ્રનગરમાં જ રોકાઇ રહ્યાં હતા અને લોકડાઉનમાં સંમયનો સદ ઉપયોગ કરી અને મિત્રોની મદદથી સંપૂર્ણ નેચરલ કેમિકલ રહીત ઓઝન O 3 નામથી નેચરલ સેનેટાઇઝ ટર્નલ બનાવી અને લોકોને ઉપયોગી થવાની પ્રયાસ કર્યો હતો.
જો ખાસ વાત કરવામાં આવે તો આ નેચરલ સેનેટાઇઝ ટર્નલ જે કેમિકલ યુક્ત સેનેટાઇઝ ટર્નલ કરતા ત્રણ હજાર ઘણા બેક્ટેરીયા માપવાની ક્ષમતા ધરાવે છે, તેમજ આ સેનેટાઇઝ ટર્નલ કેમિકલ રહીત હોઇ લોકો ટર્નલમાં પ્રવેશ કરે તો કોઇ આડ અશર થતી નથી તેમજ આ ટર્નલમાં પ્રવેશ કરવાથી પ્રવેશનાર વ્યક્તિનું ટેમ્પ્રેચર ઓટોમેટેક મપાઇ જાય છે .
જો કોઇ પ્રવેશનાર વ્યક્તિનું ટેમ્પ્રેચર 100 ડ્રિગ્રીથી વધુ હોઇ તો એલાર્મ વાગવા લાગે છે. આમ લોકડાઉનમાં એક NIRએ લોકડાઉનનો સદ ઉપયોગ કરી સંપૂર્ણ દેશી પધ્ધતિથી ટર્નલ મશીન બનાવી અને લોક ઉપયોગી કામ કર્યુ છે. પ્રથમ ટર્નલ બનાવી સુપ્રસિદ્ધ વડવાળા મંદિરમાં અર્પણ કર્યુ હતું અને હવે આ સ્વદેશી કેમિકલ રહીત નેચરલ સેનેટાઇઝ ટર્નલ વેચાણમાં પણ મુકશે અને આ માટે તેઓને સરકાર તરફથી પણ જરૂરી મંજૂરી મળી ગયેલી હોવાનુ જણાવ્યું હતું.