સુરેન્દ્રનગરઃ સમગ્ર વિશ્વ સાથે ભારત અને ગુજરાતમાં પણ કોરોના વાઇરસે કહેર મચાવ્યો છે, ત્યારે વડાપ્રધાન મોદી દ્વારા કોરોના વાઇરસ વધુ ન ફેલાય તે માટે 21 દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે,ત્યારે વહીવટી અને આરોગ્ય તંત્રની સતર્કતાને કારણે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ સુધી એક પણ કોરોના વાઇરસનો પોઝિટિવ કેસ નોંધાયો નથી. શંકાસ્પદ કેસના રિપોર્ટ પણ નેગેટિવ આવ્યા છે.
સરકારની સૂચના મુજબ શહેરની મુખ્ય સરકારી હોસ્પિટલ ખાતે કોરોના વાઇરસના દર્દીઓ માટે સ્પેશયલ કોવીડ હોસ્પિટલ તૈયાર થઇ રહી છે. જેમાં ખાસ સુવિધા ધરાવતો 100 બેડનો આઇસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. જેની મુલાકાતે સુરેન્દ્રનગરના સાસંદ મહેન્દ્ર મુજપરા, ધારાસભ્ય ધનજીભાઈ પટેલ, કલેક્ટર કે રાજેશ, નગરપાલિકાના પ્રમુખ વિપીન ટોળીયા, સિવિલસજૅન નિરજ રાવલ સહિત અધિકારઓએ મુલાકાત લીધી હતી અને જિલ્લા કલેક્ટર કે રાજેશએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી હતી.