ETV Bharat / state

Surat News: ઓલપાડમાં શાકભાજી કાપતા-કાપતા એક યુવકનું અચાનક મોત નિપજ્યું

author img

By

Published : Aug 13, 2023, 12:15 PM IST

ઓલપાડ તાલુકાના સાયણ ટાઉનમાં રહેતા એક ઓરીસ્સાવાસી શ્રમજીવીનું મોત થઇ ગયું હતું. તેની રૂમમાં શાક્ભાજી કાપતા-કાપતા અચાનક બે-ભાન થઈ ગયો હતો અને ત્યારબાદ તેનું કોઇ અગમ્ય કારણસર મોત નીપજ્યું છે.

young-man-died-suddenly-while-cutting-vegetables-in-olpad

યુવકનું અચાનક મોત નિપજ્યું

સુરત: જિલ્લાના ઓલપાડના સાયણ ટાઉનમાં રાંદલ માતાના મંદિરની પાછળ આવેલ ગણેશ પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતો 46 વર્ષીય ઉપેન્દ્ર દિનબંધુ સ્વાઇ ટેક્ષટાઇલ યુનિટમાં કામ કરતો હતો. રાત્રે-9:30 ક્લાકના સુમારે કોઇ અગમ્ય કારણસર શાકભાજી કાપતા-કાપતા જ અચાનક બેભાન થઈ જતા તેનું મોત થયું હતું. આ બાબતે મૃતકના સબંધી જોષના સ્વાઇને ઓલપાડ પોલીસ મથકમાં જાણ કરતા પોલીસે મૃતકની લાશનો કબજો લઈ પીએમ કરાવ્યું હતું. આ શંકાસ્પદ મોત મામલે હાલ તો પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

હાર્ટ એટેકથી મોતનું અનુમાન: સાયણ ટાઉનના બીટ જમાદાર નિતેશ ભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ અમારી ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. યુવકના મૃતદેહનો કબજો લઈને સાયણ ખાતે આવેલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યો હતો જ્યાં યુવકનું પીએમ કરવામાં આવ્યું છે. હાર્ટ અટેકના કારણે મોત થયું હોવાનું હાલ પ્રાથમિક અનુમાન છે. જોકે પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હકીકત કારણ જાણવા મળશે.

હાર્ટ એટેકની વધતી ઘટનાઓ: અન્ય બનાવની વાત કરીએ તો ગત ઓગસ્ટ મહિનામાં બિપ્રચરણ દલાઇ સાયણ વિસ્તારમાં રિક્ષામાં લોકોને ટીફિન પહોંચાડી પોતાનાં પરીવારનું ગુજરાન ચલાવતો હતો. મુન્ના ગામે રિક્ષામાં જઇ રહ્યો હતો ત્યારે રસ્તા ઉપર મારૂતી પાર્ક સોસાયટી પાસે એક બાઇક ચાલક સ્લિપ થઇ ગયો હતો. જેને બચાવવા માટે પોતાની રીક્ષામાંથી ઉતરી બાઇક ચાલકને ઉભો કરતી વેળા મુન્ના દલાઇને અચાનક છાતીમાં દુખાવો ઉપડતા હાજર મોટરસાઇકલ ચાલકે એમ્બ્યુલન્સને ફોન કર્યો હતો. મુન્ના દલાઇને સાયણ ખાતે આવેલા સરકારી દવાખાને લઇ જવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરનાં ડોક્ટરોએ મુન્નાને તપાસી મૃત જાહેર કર્યો હતો.

પરિવારજનોમાં શોકનો માહોલ: બનાવની જાણ પ્રમોદ પ્રધાને ઓલપાડ પોલીસને જાણ કરતા હરકતમાં આવેલી ઓલપાડ પોલીસે બનાવનાં સ્થળે જઇ જરૂરી કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી હતી. 41 વર્ષીય મુન્ના દલાઈના આકારેમાંથી પરિવારજનોમાં શોકની લાગણી ફરી વળી છે. સમગ્ર કેસની તપાસ કરનાર બીટ જમાદાર ગણેશ ભાઈએ જણાવ્યું હતું કે ઘટનાની જાણ થતા જ અમારી ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી. હાર્ટ એટેકના કારણે યુવકનું મોત નિપજ્યું છે. પોલીસ દ્વારા તાત્કાલિક પરિવારનો સંપર્ક કરવામાં આવ્યો હતો. યુવકના મૃતદેહનો કબજો પરિવારને સોંપી દેવામાં આવ્યો હતો.

  1. Aravalli News: વધુ એક યુવક ક્રિકેટ રમતા-રમતા ઢળી પડ્યો, એન્જિનિયરિંગના વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત
  2. Rajkot News: રાજકોટમાં ધોરણ 12નો વિદ્યાર્થી ચાલુ ક્લાસે ઢળી પડ્યો, હાર્ટ એટેકથી મોતની આશંકા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.