- હ્યુમન મિલ્ક બેન્કમાં દુધનું દાન કરી 4704 માતાઓ સાચા અર્થમાં મા યશોદા બની
- નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલી છે હ્યુમન મિલ્ક બેન્ક
- આ દુધની છ મહિના સુધી સાચવણી કરી શકાય છે
સુરત : બાળ રોગ વિભાગના વડા ડૉ. વિજય શાહે જણાવ્યું કે, નવી સિવિલ હોસ્પિટલમાં જે સગર્ભા મહિલાઓની ડિલીવરી થયા બાદ જો વધારે ફિડીગ આવતુ હોય તો તેવી માતાઓને બ્રેસ્ટ ફિડીંગનું મહત્વ સમજાવીને સ્ક્રિનિંગ કરીને તેના બ્લડના રિપોર્ટ કરવામાં આવે છે. જેમાં HIV, કમળો, સિફિલીસ જેવા રોગોની તપાસ કર્યા બાદ રિપોર્ટ નોર્મલ આવે, તો તેવી માતાઓનું દુધ ડોનેટનમાં લેવામાં આવે છે. આ ડોનેટ કરેલા દુધને પેશ્યરાઈઝ્ડ કરી તેનુ રેપિડ કુલિંગ થયા બાદ મિલ્કનું સેમ્પલ લઈને માઈક્રો બાયોલોજી ડિપાર્ટેમન્ટ રિપોર્ટ માટે મોકલવામાં આવે છે. દુધનો રિપોર્ટ નોર્મલ આવ્યા બાદ તેને ડીપ-ફ્રિજમાં(-20)ના ડિગ્રી તાપમાને સ્ટોરેજ કરવામાં આવે છે. આ દુધને છ મહિના સુધી સાચવી કરી શકાય છે.
આ પણ વાંચો - સુરતની સિવિલ હોસ્પિટલમાં ચાલતી મિલ્ક બેન્ક શા માટે છે ખાસ? જુઓ...
368 માતાઓએ 73,460 ML લીટર મિલ્ક ડોનેટ કરી ચૂકી છે
આસીસ્ટન્ટ પ્રોફેસર ડૉ. વૈશાલી ચૌધરીએ જણાવ્યું કે, ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલ મહિના દરમિયાન 368 માતાઓએ 73,460 ML મિલ્ક ડોનેટ કરીને સાચા અર્થમાં માતા યશોદા બની છે. જયારે 413 જરૂરિયાતમંદ બાળકોને 69,830 ML દુધ આપવામાં આવ્યું હતું. એપ્રિલ મહિના દરમિયાન NICUમાં દાખલ 3 પોઝિટિવ બાળકોને પણ 3,480 ML મિલ્ક આપવામાં આવ્યું હતું. આ હ્યુમન મિલ્ક બેન્કમાં ડૉ. પન્ના બલસરીયા, ડૉ. ખુશ્બુ ચૌધરી, ડૉ. સુજીત ચૌધરી, સ્ટાફ નર્સ તન્વી પટેલ, મૌસમી પટેલ, ડિપલ સુરતી, વેશાલી ટંડેલ, અમિના મુલતાની સહિતની ટીમ દ્વારા અનેક બાળકોને નવજીવન મળ્યું છે. નોંધનીય છે કે, આધુનિક હ્યુમન મિલ્ક બેન્ક 3 માર્ચ, 2019થી કાર્યરત છે. જેમાં આજદિન સુધીમાં કુલ 4,704 માતાઓએ 3,50,129 ML દુધ ડોનેટ કર્યું છે. જે 3,662 જરૂરિયાતમંદ બાળકોને આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચો - સુકો મેવો ખાવાથી શુક્રાણુઓની સંખ્યામાં વધારો થઈ શકે છે