ETV Bharat / state

સુરતના પલસાણામાં વતન જવાની માગ સાથે પરપ્રાંતિયોએ પોલીસ પર કર્યો પથ્થરમારો - વાઇરસ

કોરોના સંક્રમણને પગલે સમગ્ર દેશમાં લોકડાઉન છે. લોકડાઉનનો હાલ ત્રીજો તબક્કો ચાલી રહ્યો છે, ત્યારે ગરીબ શ્રમિક વર્ગની હાલત કફોડી બની છે. ખાસ કરીને બીજા રાજ્યથી આવેલા પરપ્રાંતિયોની હાલત વધુ કફોડી બની છે. પોલીસ તરફથી તેમને જમવાનું ન મળી રહ્યું, પરંતુ પરપ્રાંતિયો પોતાના વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ તકે શહરેમાં પરપ્રાંતિયોએ પોલીસ પર પત્થરમારો કર્યો હતો. આ સમગ્ર બનાવને લઇ વાતાવરણમાં ગરમાવો સર્જાયો હતો. જેેના પગલે પોલીસ કાર્યવાહી પણ કરી હતી.

પલસાણામાં વતન જવાની માગ સાથે પરપ્રાંતિયોનો પથ્થરમારો

author img

By

Published : May 4, 2020, 6:03 PM IST

સુરત : પલસાણા તાલુકાનાના વરેલી ગામે આજે પરપ્રાંતીય અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. વતન જવાની માગ સાથે ૧૦૦૦ જેટલા શ્રમિકોના ટોળાએ પથ્થરમારો કરી દીધો હતો. પથ્થરમારા સાથે તેઓએ પોલીસ પર એસિડની બોટલો પણ ફેકી હતી. મામલો વધુ બીચકતા પોલીસે શ્રમિકો પર બળ પ્રયોગ કરવો પડ્યો હતો. રેંજ આઈ.જી, પોલીસ વડા અને ડીવાયએસપી સહિત જીલ્લા પોલીસનો કાફલો ઘટના સ્થળે ધસી આવ્યો હતો.

ત્રીજા તબક્કાનું લોકડાઉન શરૂ થયુ છે. આ વચ્ચે પરપ્રાંતિયોની પણ જાણે ધીરજ ખૂટી હોય તેવું લાગી રહ્યું છે તેમ શહેરમાં પરપ્રાંતિયો શ્રમિકોની ખાસ માગ હતી કે, તેમને પૂરતું જમવાનું મળતું નથી અને અહિયાં રહીશું તો કોરોનાથી નહી, પરંતુ ભૂખથી મરી જઈશું. સરકાર દ્વારા તેમને વતન મોકલવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા અને જિલ્લામાં ચેકપોસ્ટ બનાવી તેમનું સ્કેનીંગ કરી તેમને વતન મોકલવાની વ્યવસ્થા કરવામાં આવી હતી, પરંતુ ત્યાંની સરકારની પરવાનગી નહી મળતા વતન જવા નીકળેલા હજારો લોકો પરત ફર્યા હતા.

પલસાણામાં વતન જવાની માગ સાથે પરપ્રાંતિયોનો પથ્થરમારો

પોતાના વતન જવાની રજૂઆત સ્થાનિક આગેવાનો અને નેતાઓને પણ કરી ચુક્યા હતા, પરંતુ આગેવાનો અને નેતાઓ તરફથી પણ કોઈ પ્રતિક્રિયા ન મળતા તેઓ નારાજ થયા હતા. લોકડાઉનના દિવસ પર પરપ્રાંતિયો શ્રમિકોની હાલત કફોડી બનતી જતી હતી. પોલીસ અને સામાજિક સંસ્થાઓ પાસેથી જમવાનું તો મળી રહેતું હતું, પરંતુ તે પૂરતું ન હતું. કેટલાક પરપ્રાંતિયો શ્રમિકો પગપાળા અને સાઈકલ પર પોતાના વતન જવા મજબૂર બન્યા હતા.

બે રાજ્ય સરકાર વચ્ચે પુરતું સંકલન ન હોવાથી પરપ્રાંતિયો શ્રમિકો રઝળી પડ્યા હતા. ન તો તેમને પુરતું જમવાનું મળતુ કે ન તો તેઓ પોતાના વતન જઈ શકતા હતા. અહિયાં રહીને તેમની હાલત વધુ કફોડી બની હતી જેને કારણે આજે આ પરપ્રાંતિયો શ્રમિકો વતન જવાની માગ સાથે રસ્તા પર ઉતરી આવ્યા હતા અને પથ્થરમારો શરૂ કરી દીધો હતો.

આ સમગ્ર માહોલ વચ્ચે પોલીસે સમજાવટનો પ્રયાસ કરતા પરપ્રાંતિયોનું ટોળું વધુ ઉશ્કેરાયું હતું અને તેમને પોલીસ પર એસિડની બોટલો પણ ફેંકી હતી. પરિસ્થતિને કાબૂ કરવા પોલીસે આ ટોળા પર ટીયર ગેસ પણ છોડ્યા હતા અને હળવો બળ પ્રયોગ કરી સ્થિતિ કાબૂમાં લીધી હતી. હાલ તો પોલીસ કોબીંગ કરી હુમલાખોરોની અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી પરિસ્થતિને પર કાબૂ મેળવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.