- કોરોના ફેઝ-2માં સુરતના હીરા દલાલે અનોખી રીતે કર્યા લગ્ન
- જાનૈયા સાથે ધન્વંતરી રથ પણ મૂકવામાં આવ્યો
- જો કોરોનાના લક્ષણ દેખાય તો રેપિડ ટેસ્ટ કરી શકાય
સુરતઃ કોરોના ફેઝ 2માં સુરતના હીરા દલાલે અનોખી રીતે લગ્ન કર્યા છે. લગ્નમાં જાનૈયા સાથે ધન્વંતરી રથ પણ મૂકવામાં આવ્યો હતો. જેથી જાનૈયા અને કેટરીંગ સર્વિસ તેમજ અન્ય લોકોમાં જો કોરોનાના લક્ષણ દેખાય તો રેપિડ ટેસ્ટ કરી શકાય.
ધન્વંતરી રથ પર કાર્યરત તમામ લોકોનું અભિવાદન કર્યું
સુરતના રાંદેર વિસ્તારમાં આવેલા પાલિકાના કોમ્યુનિટિ હોલમાં હીરા દલાલ જૈનમ મહેતા અને જેનેલિયા સાથે ધન્વંતરી રથ પણ મહેમાન તરીકે હાજર રહ્યો હતો. જેથી લગ્નમાં હાજર લોકો તેના થકી રેપિડ ટેસ્ટ કરાવી શકે છે. હાલ જ સુરત મહાનગરપાલિકાએ લગ્ન કરનારા લોકોને અપીલ કરી હતી કે, તેઓ લગ્નમાં પાલિકા દ્વારા નિઃશુલ્ક આપવામાં આવતી ધન્વંતરી રથની સેવાનો લાભ લોકો લઇ શકે આજ કારણ છે કે, વરરાજાએ લગ્નમંડપમાં જવા પહેલા ધન્વંતરી રથ પર કાર્યરત તમામ લોકોનું અભિવાદન કર્યું હતું અને આભાર વ્યક્ત કર્યો હતો.