- કોરોના રસી કોવિશિલ્ડનો જથ્થો સુરત પહોંચશે
- કોવિશિલ્ડના 93500 ડોઝ સુરત પહોંચશે
- આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોર ખાતે પહોંચ્યા
સુરત: સિરમ ઇન્સ્ટિટ્યૂટમાંથી કોરોના રસી કોવિશિલ્ડના 93500 ડોઝ આજે સુરત રિજીનલ વેકસીન સ્ટોરમાં મુકવામાં આવશે. તે પહેલા તમામ અધિકારીઓ અને રાજ્યના આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી પણ સિવિલ હોસ્પિટલમાં આવેલા સ્ટોર ખાતે પહોંચ્યા હતા. જયાં વિધિવિધાન સાથે વેક્સિનના આગમનની તૈયારી કરવામાં આવી હતી. આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે વેકસીનના કારણે કોરોના સામે અમે જંગ લડીશું.
આરોગ્ય પ્રધાન કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, જ્યારથી કોરોનાની બીમારી આવી હતી ત્યારથી લોકોની અપેક્ષા આકાંક્ષા અને આશા હતી કે કોરોનાની વેક્સિન આવે. જેના માટે સંશોધન પણ દેશમાં ચાલી રહ્યું હતું. આજે અમે ખુશી અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે. ગઈકાલે દક્ષિણ ગુજરાતમાં વેક્સિન આવી અને આજે સુરતમાં આવી રહી છે.