- સુરત મનપા દ્વારા ખરીદાયેલા વોશ બેઝીન ધૂળ ખાઈ રહ્યા છે
- લાખો રૂપિયાના વોશ બેઝીન ખરીદવામાં આવ્યા હતા
- સોશ્યલ મીડિયામાં વાયરલ
સુરત :સુરતમાં દિવાળી બાદ ફરી એક વખત કોરોના વકર્યો છે અને તેને લઈને સુરતમાં રાતે કર્ફ્યું પણ જાહેર કરવામાં આવ્યું છે. તો બીજી તરફ બેદરકારી રાખનારા લોકો સામે તંત્ર લાલ આંખ કરી દંડ પણ ફટકારી રહ્યું છે. પરંતુ ખુદ મનપા તંત્રમાં જ દીવા તળે અંધારું જોવા મળી રહ્યું છે. સુરત મનપા દ્વારા કોરોનાને લઈને સરકારી કચેરીમાં મુકવા માટે લાખો રૂપિયાના વોશ બેઝીન ખરીદવામાં આવ્યા હતા. પરંતુ હાલ તેની શું હાલત છે તે સાફ જોઈ શકાય છો.
દીવા તળે અંધારુંનું ઉતમ ઉદાહરણ
આ વોશ બેઝીન ઉપયોગમાં લીધા જ વિના પડ્યા પડ્યા ભંગાર બની ગયા છે. જે સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે અને તંત્રની આવી કામગીરીને લઈને રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે ત્યારે એક તરફ કોરોનાનું સંક્મ્રણ વધી રહ્યું છે અને મનપા તંત્રની આવી બેદરકારી સામે આવે તે કેટલું યોગ્ય છે ત્યારે અહી દીવા તળે અંધારુંનું ઉતમ ઉદાહરણ પણ સામે આવ્યું છે.