સુરત: વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ કામરેજ ખાતે આવેલ વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં હાલમાં લેવાલી 2023ની પરીક્ષામાં એક સાથે એક જ વર્ગખંડમાં 28 વિદ્યાર્થીનીઓ ચોરી કરતા પકડાઈ હતી તે મામલે તમામ વિદ્યાર્થીની ઓને ઝીરો ગુણ સાથે જ 500 રૂપિયાનો દંડ કરવામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો.કિશોરસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા તાત્કાલિક જે સ્ટ્રોંગ રૂમ છે જે તમામ કોલેજના વર્ગખંડો સાથે કનેક્ટ થયા છે અને તેમાં લગાવવામાં આવેલ સીસીટીવી પણ કનેક્ટ છે. તાત્કાલિક આ વર્ગખંડનું સીસીટીવી ચેક કરતા માસ કોપી કેસ પકડવામાં આવ્યું હતું.
'વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટીની સંલગ્ન કોલેજ કામરેજ ખાતે આવેલ વિશ્વભારતી ગર્લ્સ કોલેજમાં હાલમાં લેવાલી 2023ની વિવિધ કોર્સની પરીક્ષાઓ લેવામાં આવી રહી હતી ત્યારે આ પરીક્ષામાં કોઈ ગેર રીત ના સર્જાય તે માટે કુલ 21 જેટલી સ્કોડની ટીમ બનાવવામાં આવી છે.આ સ્કોડના ટીમને માહિતી મળતા જ તેઓ આ કોલેજમાં પહોંચી ગયા હતા. અને તમામ વર્ગખંડો ચેક કર્યા હતા. જેમાં એક વર્ગખંડમાં તેઓને શંકાસ્પદ લગતા અને ત્યાંની પ્રવૃત્તિઓ જોઈ તાત્કાલિક પરીક્ષા નિરીક્ષકો ને જાણ કરી હતી.' -ડો.કિશોરસિંહ ચાવડા, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ
અગાવ પણ બની ચુકી છે ઘટના: કુલપતિએ વધુમાં જણાવ્યું હતું કે ભૂતકાળમાં પણ આવી ઘટનાઓ સામે આવી ચૂકી છે ત્યારે જે તે કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કરવામાં આવ્યું છે. આ પ્રકારની ઘટના બીજી વખત ના બને તે માટે યુનિવર્સિટીની અંદર જ્યારે પરીક્ષાઓ ચાલતી હોય ત્યારે તમામ સ્ટ્રોંગ રૂમો યુનિવર્સિટી સાથે ઓનલાઇન સંકલનમાં હોય છે. આ ઉપરાંત જેતે કોલેજના તમામ વર્ગખંડ પણ ઓનલાઇન સંકલનમાં હોય છે. આ મામલે આગળના દિવસોમાં સિન્ડિકેટ બેઠકમાં ફરી પાછી ચર્ચાઓ કરવામાં આવશે.