ETV Bharat / state

નદી સુકાઇ જતા પાણી માટે ગ્રામજનોનો પોકાર, ધારાસભ્ય કરશે મુખ્યપ્રધાનને રજૂઆત

સુરતઃ મહુવા તાલુકાના નદી અને ડેમ સમય કરતા પહેલા સુકાઈ જતા લોકોના પાણી માટે વલખા, ખેડૂત અને પશુ પાલકોની હાલત કફોડી તો 23 ગામોને પાણી પહોંચાડતો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ કરવાની ફરજ પડી હતી. પાણી માટે લેખિતમાં રજૂઆત કરવામાં હતી. ધારાસભ્ય દ્વારા મુખ્યપ્રધાનને સાંસદે પણ રજૂઆત કરવાની બાહેંધરી આપી હતી.

ડેમ અને નદી સુકાઇ જતા  પાણી માટે પોકાર કરતા 23 ગામના ગ્રામજનો
author img

By

Published : May 1, 2019, 10:26 AM IST

દ્રશ્યમાં સૂકીભટ દેખાતી આ નદી છે. મહુવા તાલુકાની મહત્વની અને જીવાદોરી સમાન અંબિકા નદી સુકી જોવા મળી રહી છે. આ મધરઇન્ડિયા ડેમ ,આમ તો આ ડેમમાં જૂન માસ સુધી પાણીથી ભરેલા હોઈ છે અને વરસાદ પહેલા આ ડેમમાંથી સંગ્રહિત પાણી ખાલી કરવાની ફરજ પડે છે. પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઇક અલગ જ છે. ઉનાળાની શરુઆત થતા જ આ ડેમ સુકોભટ થઇ ગયો છે. જેને લઇ આ વિસ્તારના ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે અને પાણી માટે વલખા મારી રહ્યા છે.

ડેમ અને નદી સુકાઇ જતા પાણી માટે પોકાર કરતા 23 ગામના ગ્રામજનો

ડેમ અને નદી સુકાઈ જવાનું એક કારણ નહેરોનું નવીનીકરણ પણ છે. કારણ કે, નહેરો પાકી થઇ જવાના કારણે ખેતરોમાંથી વહી નદીમાં જતું વધારાનું પાણી હવે બંધ થઇ ગયું છે. જોકે ઉમરા સહીત આજુબાજુના 4 જેટલા ગામના લોકો છે જે કેનાલમાંથી નદીમાં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે.

પાણીની કદાચ સૌથી વધુ જરૂરિયાત ગૃહિણીને હોઈ છે. ત્યારે છેલ્લા 1 મહિનાથી આ વિસ્તારની મહિલાઓ પાણી માટે પરેશાન થઇ રહી છે. નદી અને ડેમના પાણી સુકાઈ જવાથી આજુબાજુના વિસ્તારના કૂવા અને બોરના જળ સ્તર પણ નીચે ઉતરી ગયા છે. મહિલાઓએ ભારે હાલાકી ભોગવી પાણીની વ્યવસ્થા પરિવાર માટે કરવી પડે છે.

મધર ઇન્ડિયા ડેમ સુકાઈ જવાથી કે અંબિકા નદી સુકાઈ જવાથી માત્ર ઉમરા ગામ કે આજુબાજુ ના 3-4 ગામમાં જ અસર થઇ છે. અંબિકા નદીમાંથી આજુબાજુના 23 જેટલા ગામોને પાણી પહોંચાડવામાં આવે છે. જેના માટે સરકાર દ્વારા નદી કિનારે એક ફિલ્ટરેશન પ્લાન્ટ પણ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે.

પરંતુ નદીમાં પાણી સુકાઈ જતા હાલ 1 મહિનાથી આ પાણી પહોંચાડતો પ્લાન્ટ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે.આ બાબતે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે. ત્યારે આવાનાર દિવસોમાં આ વિસ્તારની હાલત બદથી પણ બદતર થાય તો નવાઇ નહી.

અંબિકા નદી છે અને એ જ મધર ઇન્ડિયા ડેમ છે. ગત ચોમાસામાં 3થી વધુ વખત ઓવરફલો થયો હતો અને આખા નવસારી જિલ્લાને પાણીથી તરબોળ કરી દીધું હતું. પરંતુ સુજલામ સુફલામ યોજના હોય કે જળ સંચયના કાર્યક્રમ માત્ર તાયફો જ કરવામાં આવે છે.

જોકે વિસ્તારના ધારાસભ્ય મોહન ડોડીયા દ્વારા રાજ્યના મુખ્યપ્રધાન પાસે કેનાલમાંથી ડેમમાં પાણી નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે. આ વિસ્તારના સાંસદ પ્રભુ વસાવાએ પણ જેમ બને તેમ જલ્દી પગલા લેવાની બાહેંધરી આપી છે.

R_GJ_SUR_01_PANI NO POKAR_10025_PKG

એન્કર - મહુવા તાલુકા ના નદી અને ડેમ સમય કરતા પહેલા સુકાઈ જતા લોકો ના પાણી માટે વલખા ,ખેડૂત અને પશુ પલકો ની હાલત કફોડી તો ૨૩ ગામો ને પાણી પહોચાડતો ફિલ્ટર પ્લાન્ટ પણ બંધ કરવાની ફરજ પડી ,ધારાસભ્ય દ્વારા મુખ્ય મંત્રી ને કરવામાં આવી પાણી માટે લેખિત માં રજૂઆત તો સંસદ એ પણ ઘટતું કરવાની આપી બાહેધરી 

વીઓ - દ્રશ્ય માં સુકીભટ દેખાતી આ નદી છે મહુવા તાલુકા ની મહત્વની અને જીવાદોરી સમાન અંબિકા નદી અને તેના પર દેખાઈ રહ્યો છે એ ડેમ છે મધરઇન્ડિયા ડેમ , આમ તો આ ડેમ માં જુન માસ સુધી પાણી ભરેલા હોઈ છે અને વરસાદ પહેલા આ ડેમ માંથી સંગ્રહિત પાણી  ખાલી કરવાની ફરજ પડે છે પરંતુ આ વર્ષે પરિસ્થિતિ કંઇક અલગજ છે ,ઉનાળા ની સરુઆત થતાજ આ ડેમ સુકોભટ થઇ ગયો છે ,જેને લઇ આ વિસ્તાર ના ખેડૂતો મુશ્કેલી માં મુકાયા છે અને પાણી માટે રીતસર વલખા મારી રહ્યા છે ...ડેમ અને નદી સુકાઈ જવાનું એક કારણ નહેરો નું નવીનીકરણ પણ છે ,કારણ કે નહેરો પાકી થઇ જવાના કારણે ખેતરો માંથી વહી ને નદી માં જતું વધારા નું પાણી હવે બંધ થઇ ગયું છે જોકે ઉમર સહીત આજુ બાજુ ના ૪ જેટલા ગામ ના લોકો છે જે કેનાલ માંથી નદી માં પાણી નાખવાની માંગ કરી રહ્યા છે .......

બાઈટ - નલીન પટેલ _સ્થાનિક ઉમર ગામ 

વીઓ - પાણી ની કદાચ સૌથી વધુ જરૂરિયાત ગૃહિણી ને હોઈ છે ત્યારે છેલ્લા એક મહિનાથી આ વિસ્તાર ની મહિલાઓ પાણી માટે પરેશાન થઇ રહી છે ,નદી અને ડેમ ના પાણી સુકાઈ જવાથી આજુ બાજુ ના વિસ્તાર ના કુવા ને બોર ના જળ સ્તર પણ નીચે ઉતરી ગયા છે ,મહિલાઓ એ ભારે હાલાકી ભોગવી પાણી ની વ્યવસ્થા પરિવાર માટે કરવી પડે છે ત્યારે સુ કહી રહ્યા છે ઉમર ગામ ના મહિલા સરપંચ તેમની વ્યથા પણ સાંભળીયે 

બાઈટ - ઈશ્વર પટેલ _સ્થનિક ઉમરા ગામ 

વીઓ - એવું નથી કે મધર ઇન્ડિયા ડેમ સુકાઈ જવાથી કે અંબિકા નદી સુકાઈ જવાથી માત્ર ઉમરા ગામ કે આજુબાજુ ના ત્રણ ચાર ગામ નેજ અસર થઇ છે ,અંબિકા નદી માંથી આજુબાજુના ૨૩ જેટલા ગામો ને પાણી પહોચાડવામાં આવે છે ,જેના માટે સરકાર દ્વારા નદી કિનારે એક ફિલ્ટરેશન પ્લાન્ટ પણ કરોડોના ખર્ચે બનાવવામાં આવ્યો છે પરંતુ નદી માં પાણી સુકાઈ જતા હાલ એક મહિનાથી આ પાણી પહોચાડતો પ્લાન્ટ પણ બંધ કરી દેવાની ફરજ પડી છે ,જોકે આ બાબતે વારંવાર રજૂઆત પણ કરવામાં આવી છે ત્યારે આવાના દિવસો માં આ વિસ્તાર ની હાલત બદ થી પણ બદતર થાય તો નવાય નહી 

બાઈટ - રમેશ પરમાર _પ્લાન્ટ સુપર વાઈઝર _ફિલ્ટરેશન પ્લાન્ટ ઉમરા ગામ 

વીઓ - આ એજ અંબિકા નદી છે અને એજ મધર ઇન્ડિયા ડેમ છે ગત ચોમાંશા માં ૩ થી વધુ વાર ઓવરફલો થયો હતો અને આખા નવસારી જીલ્લા ને પાણી થી તરબોળ કરી દીધું હતું  તો પછી પાણી ની આટલી કિલ્લત કઈ રીતે ,ખરેખર જોવા જૈયે તો સરકાર દ્વારા પાણી બચવાના માટે કોઈ અસરકારક પગલા લેવાતા નથી ,સુજલામ સુફલામ યોજના હોઈ કે જળ સંચય ના કાર્યક્રમ માત્ર તાય્ફોજ કરવમાં આવે છે ત્યારે આ સુકાઈ ગયેલી નદી અને ડેમ માટે જવાબદાર કોણ ,જોકે વિસ્તાર ના ધારાસભ્ય મોહન ડોડીયા દ્વારા રાજ્ય ના મુખ્ય મંત્રી પાસે કેનાલ માંથી ડેમ માં પાણી નાખવા માટે રજૂઆત કરવામાં આવી છે તો વિસ્તાર ના સંસદ પ્રભુ વસાવા એ પણ જેમ બને તેમ જલ્દી ઘટતું કરવાની બાહેધરી આપી છે 

બાઈટ - પ્રભુ વસાવા _સંસદ _૨૩ બારડોલી લોક સભા 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.