- કોરોના મૃતકોની શાંતિ માટે હવનનું આયોજન કરાયું
- વાતાવરણમાં યજ્ઞ થકી ઓક્સિજન આપવા માટે હવન યોજાયા
- સુરતમાં 35 જગ્યાઓ પર હવનનું આયોજન કરાયું
સુરત: શહેર-જિલ્લામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો હતો અને પહેલી લહેર બાદ બીજી લહેર ખૂબ ઘાતકી સાબિત થઈ રહી છે. બીજી લહેરમાં ઘણા લોકો કોરોનાના કારણે મોતને ભેટ્યા હતા. જેથી સુરતમાં રવિવારે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એકસાથે 35 જગ્યાઓ પર એકસાથે હવનનું આયોજન કરવામાં આવ્યું હતું.
આરોગ્ય પ્રધાન કુમાર કાનાણી રહ્યા ઉપસ્થિત
આ હવન શાસ્ત્રોક્ત વિધિ વિધાનના મંત્રોચ્ચાર સાથે યોજાયા હતા. હવન યોજવાનો મુખ્ય હેતુ કોરોના મૃતકોની આત્માને શાંતિ મળે તે માટેનો અને હિન્દુ શાસ્ત્રમાં જણાવ્યા મુજબ, હવન કુંડમાંથી નીકળતો ધુમાડો વાતાવરણ શુદ્ધ થાય તેમ હોવાથી વાતાવરણ શુદ્ધિ માટે આ હવન યોજાયા હોવાનું જાણવા મળ્યું છે. આ હવનમાં આરોગ્ય પ્રધાન કુમાર કનાણી તેમજ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકર્તાઓ જોડાયા હતા.