ETV Bharat / state

Surat Development News : ઉધના રેલવે સ્ટેશનનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડશન, વાસ્તુશિલ્પ પરિવેશ સાથે ડિઝાઇન - Passenger Reservation System

ભારતીય રેલવે દ્વારા દેશના મુખ્ય સ્ટેશનોને આધુનિક અને વિશ્વ કક્ષાના સ્ટેશનોમાં રૂપાંતરિત કરવાનું કામ ઝડપી ગતિએ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ઉધના સ્ટેશનનું વર્લ્ડ ક્લાસ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને યાત્રીઓની સુવિધાઓ સાથે અપગ્રેડશન કરવામાં આવશે. અધ્યતન ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને સવલતો સાથે ઉધના રેલવે સ્ટેશનનું નવનિર્માણ નવી નોકરીઓના સર્જન સાથે અર્થતંત્ર પર ખાસ પ્રભાવ પડશે.

Surat Development News : ઉધના રેલવે સ્ટેશનનું અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે અપગ્રેડશન

author img

By

Published : Jun 19, 2023, 4:25 PM IST

સુરત : અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ, સમગ્ર દેશમાં 1275 રેલવે સ્ટેશનોને અપગ્રેડેશન અને આધુનિકીકરણ માટે નિશ્ચિત કરવામાં આવ્યા છે, જેમાંથી 87 રેલવે સ્ટેશન ગુજરાતમાં છે. ત્યારે ઉધના સ્ટેશનનું અપગ્રેડશન કરવામાં આવી રહ્યું છે. ઉધના રેલવે સ્ટેશનનનો નવો દેખાવ અને લેઆઉટ તેને એક મહત્વપૂર્ણ સ્થાન તરીકે બદલવા અને "નવા ભારતની નવી રેલ" બનવા માટે ડિઝાઈન કરાયેલ છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ વાસ્તુકલાની સાથે સાથે પ્રબંધન પાસાઓના સંદર્ભમાં તેની આંતરરાષ્ટ્રીય અપીલના આધારે અલગ દેખાઈ આવવાનો છે. આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર ઉધના રેલવે સ્ટેશનના પુનઃવિકાસની કલ્પના કરવામાં આવી છે.

રૂ.223.6 કરોડના ખર્ચે નિર્માણ : ઉધના રેલવે સ્ટેશનને રૂ. 223.6 કરોડના સ્વીકૃત ખર્ચે આધુનિક સ્ટેશન તરીકે પુનઃ વિકાસ કરવામાં આવી રહ્યું છે. આ કામ 24 મહિનામાં પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. કામગીરી ઝડપી ગતિએ ચાલી રહી છે. એન્જિનિયરિંગ ખરીદ એન્ડ નિર્માણને (EPC) આ કાર્યનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. સાઈટ સર્વે, જિયો ટેકનિકલ અન્વેષણ અને માટી ચકાસણી પૂર્ણ કરવામાં આવી છે. પશ્ચિમ તરફના હાલના RPF ક્વાર્ટર્સ તોડી પાડવામાં આવ્યા છે અને નવા ક્વાર્ટર્સનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે.

અત્યાધુનિક સ્ટેશન : ગ્રાઉંડફ્લોરના સ્લેબનું કામ પૂર્ણ થતાં રૂફ સ્લેબનું કામ પ્રગતિમાં છે. પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમ (PRS) કાઉન્ટરો ખસેડવામાં આવ્યા છે અને નવી PRS કાર્યરત કરવામાં આવી છે. પૂર્વ બાજુના સ્ટેશન બિલ્ડીંગના ગ્રાઉન્ડ ફ્લોર સુપર સ્ટ્રક્ચર કોલમ વર્ક, સ્લેબ વર્ક અને સીડીની સાથે સાથે લિફ્ટ વોલનું કામ પ્રગતિ પર છે. સબ સ્ટેશન બિલ્ડીંગના સ્લેબનું કામ અને યુજી ટાંકીના પાયાનું કામ પણ તેજ ગતિએ ચાલી રહ્યું છે. ઉપરાંત પૂર્વ બાજુએ ફરતા વિસ્તારમાં રોડ અને પાર્કિંગ માટે WMM નું લેવલિંગ, ખોદકામ અને નાખવાનું કામ ચાલુ છે. નવા ફૂટ ઓવર બ્રિજના પાયાનું કામ પણ ચાલુ છે.

વાસ્તુશિલ્પ પરિવેશ સાથે ડિઝાઇન
વાસ્તુશિલ્પ પરિવેશ સાથે ડિઝાઇન

મુસાફરો માટે ખાસ સુવિધા : રેલવે સ્ટેશનની પૂર્વ અને પશ્ચિમ બંને બાજુએ નવા સ્ટેશન બિલ્ડીંગના વિકાસની દરખાસ્ત છે. પૂર્વ અને પશ્ચિમ બાજુઓ પરના સ્ટેશન બિલ્ડીંગોને FOB દ્વારા એકબીજા સાથે જોડવામાં આવશે. ઉત્તમ કનેક્ટિવિટીની સુવિધા માટે ટ્રેક અને પ્લેટફોર્મ પર એક એર કોનકોર્સ પણ હશે. પ્લેટફોર્મ પર વધુ ભીડ ન થાય તે માટે પેસેન્જર સુવિધાઓ સાથે પ્લેટફોર્મ ઉપર પર્યાપ્ત કોન્કોર્સ/ વેઈટીંગ સ્પેસ પણ હશે. કોન્કોર્સ ક્ષેત્ર 2440 ચોરસ મીટરમાં ફેલાયેલો હશે.

વાસ્તુશિલ્પ પરિવેશ ડિઝાઇન : નવા સ્ટેશન સ્ટેશનને વાસ્તુશિલ્પ પરિવેશ સાથે ડિઝાઇન કરવામાં આવ્યું છે. જે સુનિશ્ચિત કરશે કે સમગ્ર સ્ટેશન સંકુલ યોગ્ય અગ્રભાગ, ફિનિશ, રંગો, સામગ્રી, બનાવટ અને સમગ્ર દેખાવ અને અનુભવ દ્વારા એકીકૃત થીમ રજૂ કરે. મુખ્ય સ્ટેશન બિલ્ડીંગની પૂર્વ તરફ સરક્યુલેટીંગ એરિયામાં એક ક્લોક ટાવર હશે જે ઉધના સ્ટેશનનું આઈકોનિક પ્રતીક હશે. પશ્ચિમ તરફના અગ્રભાગની થીમ ઉધના શહેરના પરિવેશ જેવી જ હશે.

વ્યાપારિક કેન્દ્ર બનશે : ઉધના વ્યૂહાત્મક રીતે ગુજરાતના મુખ્ય શહેરી કેન્દ્ર જેમ કે સુરત, વડોદરા, અમદાવાદ અને ગાંધીનગર નજીક છે. ઉધના રેલ માર્ગ દ્વારા ગુજરાત રાજ્યના પ્રમુખ નગરો અને નાના શહેરોની સાથે સાથે દેશના વિવિધ ભાગો સાથે સારી રીતે જોડાયેલ છે. સ્ટેશનનું આવા પ્રકારનું અપગ્રેડેશન વેપાર અને વાણિજ્યને જરૂરી પ્રોત્સાહન પુરૂં પાડશે. જે ઉધનાને એક મુખ્ય વેપાર અને વ્યાપારિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરશે.

  1. Surat News : 200 કરોડના ઉધના રેલવે સ્ટેશનના રીડેવલપમેન્ટનું કેન્દ્રીય રેલવે પ્રધાને કર્યું નિરીક્ષણ
  2. Surat News : સુરતમાં ચાલુ ટ્રેને યાત્રી પ્લેટફોર્મના ગેપમાં પડી જતા RPF જવાન દેવદૂત બન્યો

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.