સુરતમાં ગરમીની શરૂવાતની સાથે પારો 40 ડીગ્રી સુધી પહોંચી ગયો હતો અને આવી ગરમીમાં એક નાનકડી રસની દુકાન છેલ્લા 108 વર્ષથી લોકોને શેરડીનો રસ પીવડાવી રાહત આપી રહ્યી છે. એક સદી કરતાં જૂની, દિલખુશ રસ હાઉસ ઝાપા બજારમાં આવેલું છે. આ સ્થળ કંઇ ફેન્સી નથી, પરંતુ ચોક્કસપણે જે લોકો "ઓલ્ડ ઇસ ગોલ્ડ"માં માને છે, તેઓ આ દુકાને ખુબ જ પસંદ કરે છે. દિલખુશ રસ હાઉસની ખાસ વાતએ પણ છે કે, છેલ્લા 108 વર્ષમાં શેરડીના રસનો સ્વાદ વર્ષોથી જેવા હતો. તેવો આજે પણ મળે છે. તેની પાછળ પણ એક રહસ્ય છે. છેલ્લા 108 વર્ષથી શેરડીનો રસ કાઢનાર મશીનને બદલવામાં આવ્યું નથી.
આ નાનકડા શેરડીના રસની દુકાનના માલિક જોહેરભાઈએ જણાવ્યું કે, આ દુકાનની સ્થાપના વર્ષ 1911માં કરી અને સુરતના સૌથી જૂનાં મકાનો પૈકી એક છે. તેમણે ઉમેર્યું હતું કે, ઉપયોગમાં લેવાતી મશીન બંદૂકની ધાતુમાંથી બનાવવામાં આવે છે. જેનો બગડતો નથી. આ કારણે જ રસ હમેશાં તાજો રહે છે.
તેમણે કહ્યું કે, હું શેરડીના રસને પ્રેમ કરું છું. કારણ કે ગરમીથી રાહત આપવા માટે આ વધારે ખર્ચ કરાવતું નથી. માત્ર 10 રૂપિયામાં તીવ્ર ગરમીમાં તમારી તરસને છીપાવે છે. જેનાથી ઘણા લાભો મળે છે. ઇન્સ્ટન્ટ ઉર્જા બૂસ્ટર છે અને શરીર માટે પાચન ટોનિક તરીકે કામ કરે છે. આ સ્થળ માત્ર શેરડીના રસ કરતાં વધુ તક આપે છે. તમને પ્રાચીન સમયમાં લઈ જશે. આ સ્થાળની દિવાલો પર સામાન્ય ચિત્રો નથી. જેને 1968થી 2006 સુધી સુરતમાં પૂરની તસવીરો પણ જોવા મળે છે.