ETV Bharat / state

મોંઘવારીને નામે મતદારોનો મત મેળવવામાં કોંગ્રેસ સફળ થશે ? - gujarat vidhansabha

ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરો-શોરોમાં પ્રચાર ચાલી રહ્યો છે. સુરતમાં કામરેજ વિધાનસભા(Kamrej legislative Assembly) કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખા પ્રચાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. NDA(National Democratic Alliance) અને UPA(United Progressive Alliance) સરકાર દરમિયાન મોંધવારીની સ્થિતિ જણાવી લોકોને કોંગ્રેસને મત આપવા આહવાન કર્યું હતું.

કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખા પ્રચાર અભિયાનનો આરંભ

author img

By

Published : Nov 17, 2022, 7:09 PM IST

સુરત: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને(gujarat legislative assembly 2022) હવે ગણતરીના દિવસો જ રહ્યા છે. આવનારી પહેલી તારીખે પ્રથમ તબક્કાનું અને પાંચ તારીખે બીજા તબક્કાનુું મતદાન યોજાનાર છે. તમામ રાજકીય પક્ષો દ્વારા જોરો-શોરોમાં પ્રચાર ચાલી રહ્યો છે. રાજકીય નેતાઓ ગુજરાતની મુલાકાત(Political leaders visit Gujarat) લઈ રહ્યા છે. ઉમેદવારો જે-તે વિસ્તારમાં પ્રચાર કરી મતદારોને પોતાની તરફ આકર્ષવા વિવિધ પેંતરાઓ અજમાવી રહ્યા છે. સુરતમાં કામરેજ વિધાનસભા(Kamrej legislative Assembly) કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખા પ્રચાર અભિયાનનો આરંભ કરવામાં આવ્યો હતો. NDA(National Democratic Alliance) અને UPA(United Progressive Alliance) સરકાર દરમિયાન મોંધવારીની સ્થિતિ જણાવી લોકોને મત આપવા જણાવ્યું હતું.

કોંગ્રેસ પક્ષ દ્વારા અનોખા પ્રચાર અભિયાનનો આરંભ

મોંઘવારીને નામે મત: સુરતના વરાછા વિસ્તાર ખાતે પૂર્વ કોર્પોરેટર દિનેશ સાવલિયા અને પ્રાથમિક શિક્ષણ સમિતિ પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયા દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. સીતા નગર ચોકડી ખાતે કોંગ્રેસ દ્વારા આ અનોખા અભિયાનનો પ્રારંભ કરાયો હતો. જેમાં લોકોને NDA અને UPA સરકાર દરમિયાન મોંધવારીની સ્થિતિ જણાવી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓએ ડિસ્પ્લે ઉપર રાંધણ ગેસ,પેટ્રોલ, ડીઝલ, CNG ગેસ, ખાદ્ય તેલ, અનાજ, કઠોળ, ખાતર, જેવા વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ ગોઠવી હતી. જેમાં 2014 પહેલાના ભાવો અને હાલના ભાવો સાથે વસ્તુઓનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું. લોકોને કોંગ્રેસના શાસન અને ભાજપ શાસન વચ્ચેની મોંઘવારી અંગેનો તફાવત જણાવ્યો હતો. રસ્તા વચ્ચે મોંધવારીના પોસ્ટર સાથે જનતાનું ખેંચ્યું હતું.

મતદારો કરશે ફેંસલો: પ્રાથમિક શિક્ષણ સમિતિ પૂર્વ સભ્ય સુરેશ સુહાગીયાએ જણાવ્યું હતું કે હવે લોકોએ નક્કી કરવાનું છે કે કોને મત આપવો. આવનારી પહેલી તારીખે જનતાને લૂંટનારી કમળછાપ સરકાર જોઈએ છીએ કે 2014ની સામાન્ય જનતાની, સચ્છે દિનની, અર્થતંત્રને મજબૂત કરનારી સરકાર જોઈએ છે. 1 અને 5 તારીખે ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાન થનાર છે ત્યારે કોંગ્રેસ તેના મોંઘવારીના મુદ્દાને લઈને કેટલું સફળ થાય છે તે જોવું રહ્યું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.