ETV Bharat / state

Fatal Accident: સ્પીડમાં આવતા ટેમ્પાએ 2 બાઈક્સને અડફેટે લીધા, 3ના મૃત્યું - સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામ

સુરત જિલ્લાના પલસાણા તાલુકાના અંત્રોલી ગામે બેકાબુ બનેલા ટેમ્પોએ પહેલા (Fatal Accident in Surat ) એક મોટર સાઇકલને અડફેટે લીધા બાદ ચાલક ટેમ્પો લઈને ભાગવા જતા અન્ય મોટરસાઇકલને ટક્કર મારી ટેમ્પો બી.આર.ટી.એસ.ની રેલિંગ સાથે અથડાયો હતો. આ અકસ્માતમાં બંને મોટરસાઇકલ પર સવાર ત્રણ યુવકોના (uncontrollable-tempo killed) મોત નિપજ્યા હતા.

બેકાબુ ટેમ્પોએ એક પછી એક બે મોટરસાઇકલને અડફેટે લેતા ત્રણના મોત

author img

By

Published : Jan 12, 2023, 9:27 AM IST

સુરત અંત્રોલી ગામની સીમમાં સુરત કડોદરા રોડ પર બેકાબુ બનેલા ટેમ્પોએ એક પછી એક બે મોટરસાઇકલને ટક્કર માર્યા બાદ ટેમ્પો બી.આર.ટી.એસની રેલિંગ સાથે અથડાયો હતો. અકસ્માતમાં ઇજા પામેલ મોટરસાઇકલ સવાર ત્રણ જણાના મોત થતા પોલીસે ટેમ્પો ચાલક સામે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો ટ્રક ટેમ્પો સામસામે ધડાકાભેર અથડાતા બે વ્યક્તિઓના કમકમાટીભર્યા મૃત્યુ

સર્જાયો અકસ્માત સુરતના સલાબતપુરા ખાતે રહેતા ગુલામજાફર ગુલામહૈદર જમાલમોહમ્મદ ઝરદાવાળા (52) ભંગારના વ્યાપાર સાથે સંકળાયેલો છે. બુધવારના રોજ તેની સાથે ભંગાર લે-વેચનું કામ કરતા સુરેશ ત્રિભુવન પટેલ સાથે કામ અર્થે મોટર સાઇકલ પર કડોદરા જવા નીકળ્યા હતા. તેમની મોટરસાઇકલ બી.આર.ટી.એસ. કોરિડોરમાંથી પસાર થઈ રહી હતી તે સમયે અંત્રોલી ગામની સીમમાં કડોદરા તરફથી પુરઝડપે આવતા એક ટેમ્પોએ તેમની મોટર સાઈકલને ટક્કર મારી ટેમ્પો ચાલક ટેમ્પો લઈને નાસી છૂટ્યો હતો.

મોટરસાઇકલને ટક્કર મારી બુલેટ ટ્રેન સ્ટેશનની સામે બીઆરટીએસ કોરિડોરમાંથી પસાર થતા અંત્રોલીના રામ નગર નિવાસી અને મૂળ રાજસ્થાનના ધર્મેન્દ્ર મોહન સેનની મોટરસાઇકલને પણ ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ ટેમ્પો બીઆરટીએસની રેલિંગમાં ભટકાયો હતો. ટેમ્પો ચાલક રવિન્દ્ર ભગેલુસિંગ સિંગ સ્થળ પરથી નાસી છૂટ્યો હતો.

આ પણ વાંચો દીકરીને ઘરે જઈ રહેલા દંપતીનું દર્દનાક મૃત્યુ, નંબર પ્લેટ વિનાની કારના ચાલકે મારી ટક્કર

ઇજાગ્રસ્ત ત્રણેયના મોત ઇજાગ્રસ્ત બંને મોટર સાઇકલ પર સવાર ત્રણ શખ્સોને સુરતની સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગુલામજાફર ગુલામહૈદર જમાલમોહમ્મદ ઝરદાવાળા (52),સુરેશ ત્રિભુવન પટેલ (52) અને ધર્મેન્દ્ર મોહન સેન(40)ને ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પોલીસે મૃતક ગુલામ જાફરના ભાઈ આસિફ હુસેનની ફરિયાદના આધારે ટેમ્પો ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.