ETV Bharat / state

સુરતના બે ખિલાડીઓનું રાષ્ટ્રીય કક્ષાએ વેઇટ લિફ્ટિંગમાં ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનમાં પસંદગી કરાઇ - સુરતના બે ખિલાડીઓની Talent Identification in Weight Liftingમાં પસંદગી

દેશમાં ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા આયોજીત ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન ઇન વેઇટ લિફ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. તેમજ ગુજરાતનમાં માત્ર સુરત શહેરમાંથીજ બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

સુરતના બે ખિલાડીઓનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત વેઇટ લિફ્ટિંગમાં ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનમાં પસંદગી કરાઇ

author img

By

Published : Oct 10, 2021, 11:01 AM IST

  • સુરત શહેરનાં બે ખેલાડીઓની પસંદગી થઇ
  • લખનૌ ખાતે ૨૧ દિવસની તાલીમ આપવામાં આવશે.
  • સુરતની પાયલ જૈન અને ગૌરવ રાંકાની પસંદગી

સુરત : ભારત દેશમાં ધીરે ધીરે રમતગમત ક્ષેત્રે નવ યુવાનોને આકર્ષવા માટે કેન્દ્ર સરકાર તથા સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા ઘણી બધી રમત ગમતનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જેનું પરિણામ ૨૦૨૧ના ઓલમ્પિકમાં પણ આપણે જોયું. તેજ રીતે ફરી વખત સ્પોર્ટ્સ એથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા ઉત્તર પ્રદેશના લખનૌ ખાતે ૨૧ દિવસનું એસેસમેન્ટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમપેઈનમાં દેશના અલગ-અલગ રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં ગુજરાતમાંથી માત્ર સુરતનાંજ બે ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે.

૧૧ થી ૩૧ ઓક્ટોબર સુધી તાલીમ આપવામાં આવશે.

સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા દ્વારા ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન ઇન વેઇટ લિફ્ટીંગનું આયોજન કરવામાં આવ્યું છે. તેમાં દેશના વિવિધ રાજ્યોમાંથી ખેલાડીઓની પસંદગી કરવામાં આવી છે. જેમાં પસંદગી પામેલા ખેલાડીઓને ૧૧ થી ૩૧ ઓક્ટોબર સુધી તાલીમ આપવામાં આવશે. એટલે કે કુલ ૨૧ દિવસની તાલીમ આપવામાં આવશે. જેથી ખેલાડીઓનું મનોબળ ખુબજ મજબૂત બને અને આત્મવિશ્વાસ વધશે.

સુરતના બે ખિલાડીઓનું સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા આયોજીત વેઇટ લિફ્ટિંગમાં ટેલેન્ટ આઇડેન્ટિફિકેશનમાં પસંદગી કરાઇ

સુરતની પાયલ જૈન અને ગૌરવ રાંકાની પસંદગી

ગુજરાતમાં એક માત્ર સુરતના જ બે ખિલાડીઓનું સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડીયા દ્વારા આયોજીત ટેલેન્ટ આઇડેન્ટીફિકેશન ઇન વેઇટ લિફ્ટીંગમાં પસંદગી. એમાં પાયલ શાંતિલાલ જૈન જેઓની ૪૫ કિલો ગ્રામ વજન કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. તેમજ ગૌરવ શુશીલ રાંકાની ૭૫ કિલોગ્રામ વજન કેટેગરીમાં પસંદગી કરવામાં આવી છે. આ સાથે આ બંને ખેલાડીઓએ સુરત તથા રાજ્યનું દેશમાં ગૌરવ વધાર્યું છે.

છેલ્લા બે વર્ષથી મારી પાસે પ્રેક્ટીસ કરી રહ્યા છે - કોચ સારથી ભંડેરી

પાયલ જૈન અને ગૌરવ રાંકાના કોચ સારથી ભંડેરી દ્વારા એમ કહેવામાં આવ્યુ કે, આ બંને ખેલાડીઓ છેલ્લા બે વર્ષથી મારી પાસે પ્રેક્ટીસ કરી રહ્યા છે. આ બંને ખેલાડીઓ પ્રેક્ટિસની સાથે અભ્યાસ પણ કરી રહ્યા છે. પાયલ શાંતિલાલ જૈન જેઓ શહેરની એસ.વી. સ્કૂલમાં ધોરણ-૧૦માં અભ્યાસ કરી રહી છે, તેમજ ગૌરવ શુશીલ રાંકા પણ એસ.વી.સ્કુલમાં ધોરણ ૧૧ કોમર્સમાં અભ્યાસ કરી રહ્યો છે. આ બંનેને ખેલાડીઓને ગુજરાતના વેઇટ લીફટીંગ એસોસિએશનના પ્રમુખ તથા કોચ તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યાં છે. મને વિશ્વાસ છે કે આ બંને વિદ્યાર્થીઓ આગળના દિવસોમાં સુરતનું નામ દેશ અને વિશ્વમાં રોશન કરશે.

આ પણ વાંચો : 'એક રૂપિયા મુહિમ' દ્વારા હજારો બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવનારી છત્તીસગઢની સીમા

આ પણ વાંચો : IPL 2021:પંજાબ કિંગ્સના ફાસ્ટ બોલર ક્રિસ જોર્ડને કહ્યું પ્લેઓફમાંથી બહાર થવું પણ અમારા માટે નિરાશા જનક

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.