સુરત: શહેરના જુના કતારગામ GIDC વિસ્તારમાં આવેલ ક્રેન મારફતે ત્રીજા માળે એમ્બ્રોડરીનું મશીન પર (Embroidery machine accident)ચઢાવતા દરમિયાન ક્રેનનો પટ્ટો તૂટી પડતા મશીન ધડાકાભેર ત્રીજા માળેથી નીચે (Accident in Katargam GIDC)પટકાયું હતું. આ દરમિયાન મશીન ઉપર બેઠેલો એક યુવક અને ત્રીજા માળે ઊભેલો એક યુવક આ બન્ને યુવક પણ નીચે પટકાયા હતા. આ બન્ને યુવકોના ઘટના સ્થળેજ મોત (Death of both young men)નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા કતારગામ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને સાથે 108 એમ્બ્યુલન્સની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. આ બાબતે કતારગામ પોલીસે અકસ્માતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચોઃ Accident in Vapi GIDC: વાપી GIDCમાં બોલેરો અને ટેન્કર વચ્ચે અકસ્માતમાં એકનું મોત
સમગ્ર ઘટના CCTV ફુટેજમાં કેદ - કતારગામ GIDCમાં ટેક્સટાઇલ યુનિટો ધમધમે છે. જેને કારણે એમ્બ્રોડરી મશીનનો પણ ખુબ જ મોટા પ્રમાણમાં લગાવવામાં આવેલ હોય છે. આજે ક્રેન મારફતે એમ્બ્રોડરી મશીનનું મશીન ત્રીજા માળે ચડાવતી વખતે ક્રેનનો પટ્ટો તૂટી જતાં મશીન ધડાકાભેર નીચે પટકાઈ હતી. તે સાથે બે યુવકો પણ નીચે પટકાયા હતા અને તેમનું મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના જ્યાં લગાવવામાં આવે છે CCTV ફુટેજમાં કેદ થઈ ગઈ હતી. CCTV ફુટેજમાં સ્પષ્ટપણે દેખાઇ રહ્યું છેકે કઈ રીતે એમ્બ્રોડરીનું મશીન પહેલા નીચે ધડાકાભેર પડે છે અને ત્યારબાદ એક યુવક આ બાજુ નીચે પડતો જોવા મળે છે.બીજો યુવક પેલી બાજુ પટકાયો હોય છે.
આ પણ વાંચોઃ Death Laborer in Kheda : ખેડાની ખાનગી કંપનીમાં કામ કરતા મજૂરનું મૃત્યુ થતાં મચી ચકચાર
સેફટી વગર ચઢાવવામાં આવતું - આ બાબતને લઈને કતારગામ પોલીસ દ્વારા એમ કહેવામાં આવ્યું છે કે, આ ઘટનામાં એમ્બ્રોડરી યુનિટના સંચાલકનું નિવેદન લેવામાં આવ્યું છે. આ ઘટનામાં કઈ રીતે બેદરકારી રાખવામાં આવી તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. એમ્બ્રોડરીનું મશીન કોઈપણ પ્રકારની સેફટી વગર ચઢાવવામાં આવતું હોય આ પ્રથમ દૃષ્ટિએ જોતાં લાગી રહ્યું છે. તેના કારણે બે યુવકનું મોત થયું તેમ માની શકાય છે. મોત થયેલા બે યુવકો જેમાં 1. શિવ કરણ પ્રજાપતિ અને સંદીપ પ્રજાપતિ છે. જો કે આ ઘટનાના CCTV ફૂટેજ હચમચાવી નાખે એવું સામે આવ્યું છે. હાલ તો આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.