સુરતમાં સૂર્યા મરાઠીની હત્યા મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે, હાર્દિકના નજીકના ગણાતા રાહુલ અને સતિષની પોલીસે ધરપકડ કરી છે.હત્યાના કેસમાં નિર્દોષ સાબિત થયા બાદ સૂર્યા મરાઠી જેલની બહાર આવ્યો અને ચાર દિવસ બાદ તેની જ ઓફિસમાં તેની કરપીણ હત્યા કરી દેવામાં આવી હતી. જ્યારે કુખ્યાત સૂર્યા વેડરોડ ખાતે આવેલી પોતાની ઓફિસમાં બેઠો હતો. તે સમયે તેના નજીકના ગણાતા હાર્દિક અને છ અન ઈસમો ઓફિસમાં ઘૂસી આવ્યા હતા. અને તલવાર તેમજ ચપ્પુનાં ઉપરાઉપરી ઘા ઝીંકી સૂર્યા મરાઠી પર હુમલો કર્યો હતો. જે દરમ્યાન હાર્દિકને પણ ઇજાઓ થઈ હતી. ઘટના ને અંજામ આપવા આવેલા તમામ લોકો સીસીટીવી કેમેરામાં કેદ થયા હતા જેના આધારે હાલ હત્યામાં શામેલ રાહુલ અને સતિષની ધરપકડ કરી છે.
કુખ્યાત સૂર્યા મરાઠી હત્યાઃ બે હત્યારાઓની ધરપકડ
સુરતના કુખ્યાત સૂર્યા મરાઠીની હત્યા પ્રકરણમાં બે હત્યારાઓની ધરપકડ સુરત ચૌક બજાર પોલીસે કરી છે, જ્યારે હજુ પાંચ આરોપીઓની શોધખોળ પોલીસે શરૂ કરી છે. 12 ફેબ્રુઆરી ના રોજ સૂર્યા મરાઠીની તેની જ ઓફિસમાં તેના નજીકના ગણાતા હાર્દિક પટેલ નામના ઇસમે તેના સાત સાથીદારો સાથે મળીને હત્યા કરી નાંખી હતી. પોલીસના જણાવ્યા મુજબ, આ હત્યાના કેસમાં જેલવાસ ભોગવી રહેલા સૂર્યા જ્યારે પેરોલ પાર બહાર આવ્યો હતો, ત્યારે તેણે હાર્દિકની પત્નીની છેડતી કર્યું હતું. જેનું બદલો લેવા માટે સૂર્યની હત્યા કરાઈ હતી.