સુરતના કેબલ બ્રીજ પર નિષ્ઠુર જનેતાએ ( Two month old baby found abandoned in Surat )બે માસનું બાળકને ત્યજી દીધું છે. કેબલ બ્રિજથી પસાર થઈ રહેલા રાહદારીની નજર બાળક પર પડતા તેણે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં આજે અડાજણ પોલીસ (Adajan Police ) ઘટનાસ્થળે દોડી આવી હતી અને બાળકને સારવાર અર્થે નવી સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital ) ખસેડવામાં આવ્યું હતું. જ્યાં હાલ ત્યાંના ડોક્ટર અને નર્સની દેખરેખ હેઠળ છે.
આ પણ વાંચો અમરાઈવાડીમાં નવજાતને ત્યજનાર માતાની આપવીતી, પ્રેમી સામે પોલીસ કાર્યવાહી શરુ
બાળકને નવી સિવિલ હોસ્પિટલ ખસેડાયું સુરતના અડાજણ અને પાર્લે પોઈન્ટને જોડતા કેબલ બ્રિજ પર એક બાળક ત્યજી દેવાયેલી ( Two month old baby found abandoned in Surat )હાલતમાં મળી આવ્યું હતું. અહીંથી રાહદારીઓ પસાર થતા લોકોની નજર ફૂલ જેવા બાળક પર પડી હતી. લોકોએ તાત્કાલિક બનાવની જાણ અડાજણ પોલીસને (Adajan Police ) કરી હતી. જેથી પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતાં. પોલીસે તાત્કાલિક બાળકને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ (Surat New Civil Hospital ) ખસેડ્યું છે. જ્યાં બાળકની સારવાર ચાલી રહી છે. નવી સિવિલની નર્સો દ્વારા તેની કાળજી લેવામાં આવી રહી છે.
આ પણ વાંચો હદ પારની ક્રૂરતા: તરૂણીએ ફૂલ જેવા નવજાતને ત્રીજા માળેથી ફેંક્યું
પોલીસે તપાસ શરુ કરી બીજી તરફ બાળક ( Two month old baby found abandoned in Surat )કોનું છે અને તેને અહી કોણ મુકી ગયું તે સમગ્ર મામલે અડાજણ પોલીસે (Adajan Police ) ગુનો નોંધી તપાસ શરુ કરી છે. બ્રિજની આસપાસના કોમ્પ્લેક્સ અને સોસાયટીમાં લાગેલા સીસીટીવી (CCTV ) ફૂટેજની તપાસ પણ પોલીસે શરૂ કરી દીધી છે.
બાળકના માતાપિતાની શોધ શરૂ થોડાક દિવસ પહેલા જ મગદલ્લાની એક બિલ્ડીંગ પરથી કિશોરીએ જન્મ બાદ પોતાના નવજાત બાળકને નીચે ફેંકી દીધું હતું. આ ઘટના બાદ લોકો આઘાત હતાં. એવામાં આજે બે માસના બાળકને તેના માતાપિતાએ ત્યજી દેતા ફરી એક વખત લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. આ સમગ્ર મામલે ( Two month old baby found abandoned in Surat )અડાજણ પોલીસે (Adajan Police ) ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરુ કર્યો છે અને માસૂમને ત્યજનારાની તપાસ શરૂ કરી દીધી છે