સુરત : આમ તો હીરા વેપાર વિશ્વાસ પર ચાલતું ઉદ્યોગ છે. પરંતુ આ ઉદ્યોગમાં વિશ્વાસઘાતની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. આવી જ એક ઘટના ફુલપાડા વ્રજ ડાયમંડ કંપનીમાં બની છે. જ્યાં 8.37 કરોડ રૂપિયાની હીરાની ચોરી કોઈ ચોરે નહીં પરંતુ ત્યાં જ નોકરી કરનાર કર્મચારીઓએ કરી છે. ડાયમંડ કંપનીના બે કર્મચારીઓએ તેમના મિત્રો સાથે મળી કંપનીના ઊંચી ગુણવત્તાના હીરા બદલી ત્યાં હલકી કક્ષાના હીરા મૂકી છેલ્લા બે વર્ષથી ચોરી કરી રહ્યા હતા. છેલ્લા બે વર્ષથી તેઓ આ ઘટનાને અંજામ આપી કંપનીની જાન બહાર ચોરી કરી રહ્યા હતા. આખરે કંપનીના માલિકને કર્મચારીઓ ઉપર શંકા ગઈ હતી અને માલિકે સોફ્ટવેર ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો.
8.37 કરોડ રૂપિયાની ઉચાપત : કતારગામ ફુલપાડા ખાતે આવેલ વ્રજ ડાયમંડ કંપની મુંબઈની કંપની માટે હીરા પોલીસ કરે છે. હીરાના ગ્રેડિંગની એન્ટ્રી કરતા કર્મચારીઓએ કંપનીના રૂપિયા 15.63 કરોડના હીરા બદલી નીચી ગુણવત્તાના હીરા મૂકી પોતાના સાળાના મિત્ર મારફતે વેચી કાઢ્યા હતા. રૂપિયા 8.37 કરોડ રૂપિયાની ઉચાપત કરી ત્રણ હિસ્સે વેચી દીધા હતા. પોલીસે આ સમગ્ર મામલે સુરત ક્રાઈમ બ્રાન્ચએ કર્મચારી પ્રવીણ વઘાસિયા, જુગલ પટેલ અને તેના સાળા ચિરાગ રેશમવાડા અને તેના મિત્ર રુચિત મહેતા વિરુદ્ધ ફરીયાદ નોંધી હતી અને એક કર્મચારી અને તેના મિત્રની ધરપકડ કરી છે.
ફરિયાદના આધારે જુગલ પટેલ અને રૂચિત મહેતાની ધરપકડ કરવામાં આવી છે. લોકોએ 2 માર્ચ 2021 થી લઇ 17 માર્ચ 2023 દરમિયાન 15.63 કરોડના ઉચ્ચ કક્ષાના ગુણવત્તાના હીરાની જગ્યાએ નિમ્ન કક્ષાના હીરા મૂકી દીધા હતા. એટલું જ નહીં હીરા ચોરી માટે અન્ય કારીગરના સોફ્ટવેરના આઈડી પાસવર્ડની પણ તેઓએ ચોરી કરી હતી. ઘણા સમયથી શંકા જતા આખરે માલિકે સોફ્ટવેર ચેક કરતા સમગ્ર મામલો બહાર આવ્યો હતો. - એસ.એન.પરમાર, પીઆઇ