સુરતઃ શહેરમાં ઓટો રીક્ષા માં પેસેન્જરો બેસાડી એકાંતવાળી જગ્યાએ લઈ જઈ લૂંટ ચલાવવામાં આવતી હોવાની ઘટનાઓ ભૂતકાળમાં પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે. ત્યારે ક્રાઇમ બ્રાનચે બે રિક્ષા ડ્રાઇવરની ધપરકડ કરી છે. જે આરોપીઓ પેસેન્જરો પાસેથી રોકડ રકમ સહિત કિંમતી ચીજ વસ્તુઓ પડાવી લેતા હતા. આરોપીઓ પાસેથી લૂંટના ગુનામાં માટે ઉપયોગમાં લેવાયેલી ઓટો રીક્ષા, રોકડ રકમ સહિત મોબાઈલ મળી કુલ 1,30,000નો મુદ્દામાલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જપ્ત કરવામાં આવ્યો છે. આરોપીઓની પૂછપરછમાં અન્ય ગુના ઉકેલાવાની પણ શકયતા છે.
સુરત શહેરમાં આવા ગુનાઓમે ડામવા તેમજ આરોપીઓને શોધી કાઢવા શહેર ક્રાઇમ બ્રાન્ચે કમરકસી છે. તે દરમિયાન આવા જ ગુના આચરતા બે રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે. સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી માહિતીના આધારે લીંબાયતના મીઠીખાડી વિસ્તારમાં આવેલા નવા એપાર્ટમેન્ટમાં રહેતા અને લૂંટના ગુનામાં સંડોવાયેલા ઇમરાન ઉર્ફે જવારી સત્તાર સેખ સહિત અલ્લારખ્ખા ઉર્ફે અલ્લુ અઝીઝ સેખને ઝડપી પાડ્યા હતા.
આ બંને આરોપીઓની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી પૂછપરછ કરતા લીંબાયત પોલીસ ચોપડે નોંધાયેલા લૂંટના ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો હતો. ક્રાઇમ બ્રાન્ચે આરોપીઓ પાસેથી એક ઓટો રીક્ષા, મોબાઈલ સહિત રોકડ રકમ મળી કુલ 1,32,000 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું કે, તેઓ રાત્રી અથવા મળસ્કેના સમય દરમિયાન શહેર વિસ્તારમાંથી પેસેન્જરોને ઓટો રિક્ષામાં બેસાડી ચપ્પુની અણીએ એકાંતવાળી જગ્યાએ લઈ જતા હતા. જ્યાં બાદમાં ચપ્પુની નોક પર પેસેન્જરો પાસેથી રોકડ રૂપિયા ઉપરાંત મોબાઈલ તેમજ કિંમતી ચીજવસ્તુઓની લૂંટ ચલાવી ફરાર થઈ જતા હતા.
ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડેલા બે પૈકીનો આરોપી ઇમરાન ઉર્ફે જવારી સતાર સેખ અગાઉ લીંબાયત, અમરોલી અને સલાબતપુરા પોલીસના હાથે લૂંટ તેમજ ચોરીના ગુનામાં પણ ઝડપાઇ ચુક્યો છે.
ઉલ્લેખનીય છે કે, આરોપીઓએ કરેલી કબૂલાત બાદ શહેર પોલીસ ચોપડે નોંધાયેલા આવા અસંખ્ય ગુનાઓના ભેદ ઉકેલાવાની પણ શક્યતા રહેલી છે. જે માટે પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.