ટ્રેલર ચાલકે સ્ટેયરિંગ પરથી કાબુ ગુમાવતા ટ્રેલર ડિવાઈડર તોડી અંદાજે 80 ફૂટ નીચે પટકાયું હતું. આ અક્સમાતમાં ચાલક ઉમેશ યાદવનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું.
ઘટનાની જાણ થતાં 108 ઈમરજન્સી સેવા અને પોલીસ કાફલો ઘટના સ્થળે પહોચ્યો હતો. ડ્રાઈવરના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી દવાખાનાં ખસેડાયો હતો.
પોલીસે આ મામલે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.