અમરેલી: જિલ્લામાં લૂંટની ઘટના સામે આવી છે, ત્યારે અમરેલી જિલ્લાના ખાંભા નજીક ખોડિયાર આશ્રમમાં ભગુડાના એક સાધુ આરામ કરી રહ્યા હતા, ત્યારે 2 અન્ય સાધુઓએ લૂંટ ચલાવીને સાધુને માર માર્યો હતો. જેની પોલીસ ફરિયાદ નોંધાવામાં આવી છે.
2 સાધુઓેએ સાધુની જટા કાપી નાખી: અમરેલીના ખાંભા પાસે આવેલા ખોડીયાર મંદિરમાં ભગુડાના સાધુ પૂજા કરવા આવ્યા હતા અને ખોડીયાર મંદિરના આશ્રમમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે 2 સાધુઓ આવ્યા હતા અને આ સાધુઓએ ભગુડાના સાધુને માર માર્યો હતો અને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો હતો.
આરોપી 2 સાધુઓએ વિરુદ્ધ પોલીસ ફરિયાદ: આ અન્ય 2 સાધુઓએ ભગુડાના સાધુ પાસેથી 10 હજારની લૂંટ ચલાવી હતી અને મોબાઇલ પણ છીનવી લીધો હતો. આ ઉપરાંત આ 2 સાધુઓએ ભગુડાના સાધુની જટા કાપીને વિડીયો ઉતારીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. ત્યારે ખાંભા પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાતા આરોપી સાધુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
આ પણ વાંચો: