ETV Bharat / state

ભેજાબાજોની તિકડમ: 15 દિવસમાં બનાવી નાખી ટોકિઝમાંથી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં છાપ્યું CP-JCPનું નામ - FAKE HOSPITAL

રાજ્યમાં પૈસા કમાવવાની લાલચે લેભાગુઓ કોઈપણ હદે જઈ શકે છે, સુરતમાં સામે આવેલા ભેજાબાજોએ આ વખતે રૂપિયા કમાવવાની લાલચમાં તમામ હદો પાર કરી દીધી છે.

બોગસ હોસ્પિટલે જગાી ચર્ચાEtv Bharat
બોગસ હોસ્પિટલે જગાી ચર્ચા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 18, 2024, 2:10 PM IST

Updated : Nov 18, 2024, 3:21 PM IST

સુરત: રાજ્યમાં બોગસ સરકારી કચેરીઓ ઝડપાયા બાદ હાલ સુરતમાંથી બોગસ હોસ્પિટલ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. સુરતના પાંડેસરા વિસ્તારમાં કેટલાક ભેજાબાજોએ રૂપિયા કમાવવા માટે એક મોટી જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ નામે બોગસ હોસ્પિટલ ખોલી દીધી હતી અને તેનું વિધિવત રીતે ઉદઘાટન પણ કરી દીધું હતું.

આ હોસ્પિટલ ઉદ્ઘાટનની વાયરલ થયેલી પત્રિકામાં સુરતના CPનું નામ પણ લખી દીધું હતું. હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં કોઈપણ પ્રકારની પરવાનગી ન લેતા તંત્ર દ્વારા હાલ કડક હાથે કાર્યવાહી શરૂ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી રહી છે.

ભેજાબાજોએ શરૂ કરી બોગસ 'જનસેવા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ' (Etv Bharat Gujarat)

15 દિવસમાં ટોકિઝમાંથી બનાવી હોસ્પિટલ: આ બોગસ હોસ્પિટલ શરૂ કરવામાં આવી એ જગ્યા પર પહેલા ખંઢેર હાલતમાં એક ટોકિઝ હતી અને 15 દિવસના ટૂંકા સમયગાળામાં જ ટૉકીઝ તોડી એક મોટી બોગસ હોસ્પિટલ બનાવી દેવામાં આવી. એટલું જ નહીં આ બોગસ હોસ્પિટલના સંચાલકે ઉદ્ઘાટનની નિમંત્રણ પત્રિકા પણ છપાવી હતી જેમાં સુરત શહેરના CPની સાથે-સાથે સુરત ક્રાઇમ JCPનું નામ પણ તેમની જાણ બહાર આમંત્રણ પત્રિકામાં છાપી માર્યું હતું.

આ હોસ્પિટલમાં તબીબ તરીકે કામ કરનાર બે કથિત તબીબો સામે પણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરવાનો અને સંચાલકને વર્ષ 2022માં દારૂ સાથે પકડાયાનો ગુનો પાંડેસરા પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ચૂક્યો છે. હાલ પોલીસ તમામ આરોપીઓની અટકાયત કરી પાંડેસરા પોલીસ સ્ટેશન લઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.

બોગસ હોસ્પિટલનું બોગસ કાર્ડ
બોગસ હોસ્પિટલનું બોગસ કાર્ડ (Etv Bharat Gujarat)

આરોગ્ય અધિકારીએ કહ્યુ FIR કરાશે: ઝડપાયેલ બોગસ હોસ્પિટલને લઇને હવે કાર્યવાહી તેજ બની ગઈ છે. જવાબદાર અધિકારીઓએ પોતાના નિવેદનો જાહેર કરી રહ્યા છે. ત્યારે સુરત જિલ્લા આરોગ્ય અધિકારી અનિલ પટેલે પણ આ મામલે પ્રતિક્રિયા આપી છે અને તેઓએ જણાવ્યું હતું કે, હોસ્પિટલ શરૂ કરતાં પહેલાં સરકારી વિભાગને લેખિતમાં જાણ કરવાની આવતી હોય છે તેમજ બાદમાં ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવું પડે છે. જોકે આ હોસ્પિટલના સંચાલકોએ સરકારી લેખિત જાણ પણ નથી કરી અને ઓનલાઇન રજીસ્ટ્રેશન પણ નથી કરાવ્યુ. હવે નીતિ નિયમ મુજબ અમે ટીમ સાથે હોસ્પિટલની વિઝીટ કરી દંડ કાર્યવાહી કરીશું. તેમજ એફઆઇઆરની કામગીરી પણ કરવામાં આવશે.

હોસ્પિટલ બની તે સોસાયટીના પ્રમુખને ગઈ શંકા: સુરતમાં બોગસ હોસ્પિટલનો મામલો સામે આવતા સુરતના લોકો પણ ચિંતામાં મુકાઈ ગયા છે. ઝડપાયેલ બોગસ તબીબોને કેટલા લોકોના આરોગ્ય સાથે ચેડાં કર્યા હશે એ બાબતે પણ હવે જોર પકડ્યું છે. જે જગ્યાએ હોસ્પિટલ બની એ જગ્યા કર્મયોગી સોસાયટીમાં આવી છે.

બોગસ હોસ્પિટલનું વિધિવત રીતે ઉદઘાટન પણ કરી દેવાયું
બોગસ હોસ્પિટલનું વિધિવત રીતે ઉદઘાટન પણ કરી દેવાયું (Etv Bharat Gujarat)

આ સોસાયટીના પ્રમુખ વસંતભાઈ ચાંદેક્ર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ''વર્ષોથી અહીં મહાલક્ષ્મી થિયેટર હતું. હું રોજે અહીંથી પસાર થાઉં છું મને ખબર પડી કે વીડિયો થિયેટરને તોડી અને અહીં મોટી હોસ્પિટલ બનવાની છે. જેથી હું હોસ્પિટલ શરૂ કરવાના છે તેમને મળ્યો હતો તેમને મને પોતાની ઓળખ પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આપી હતી અને જણાવ્યું હતું કે, 30મી તારીખે હું રિટાયર થાઉં અને હું અહીંયા પાર્ટનરમાં છું. તેઓએ ક્રાઇમ બ્રાન્ચના પીઆઇનું નામ લીધું હતું માટે મેં વધારે પૂછપરછ કરી નહોતી. વીડિયો થિયેટર ભંગારની હાલતમાં હતું. 15-20 દિવસથી જ આ હોસ્પિટલનું કામ ચાલતું હતું તેવું જણાવ્યું હતું''. ત્યારે હાલ પોલીસ ઉંડાણપૂર્વક તપાસ કરી કડક કાર્યવાહી કરે તે હાલ જરૂરી બન્યું છે.

  1. લ્યો બોલો... હવે નકલી આર્મી કેપ્ટન ! જૂનાગઢમાં પણ શરૂ થયો નકલીનો સિલસિલો...
  2. દાહોદમાં નકલી NA કૌભાંડ સામે કાર્યવાહી: APMCના ડિરેક્ટર નિલેશ બળદવાલની ધરપકડ થઈ

Last Updated : Nov 18, 2024, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.