ETV Bharat / state

ભુજમાં છેતરપિંડીની ઘટના, દીકરાને ટીવી સિરિયલમાં રોલ અપાવવાના નામે દંપતિ સાથે છેતરપિંડી

ભુજમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે, ભુજના સુરજપરના દંપતિને દિકરાને ટીવી સિરીયલમાં રોલ અપાવવાના નામે 25.10 લાખની છેતરપિંડી થઇ હતી.

દીકરાને ટીવી સિરિયલ્સમાં રોલ અપાવવાના નામે દંપતિ સાથે છેતરપિંડી થઇ
દીકરાને ટીવી સિરિયલ્સમાં રોલ અપાવવાના નામે દંપતિ સાથે છેતરપિંડી થઇ (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : 2 hours ago

કચ્છ: ભુજમાં છેતરપિંડીની ઘટના સામે આવી છે, ભુજના સુરજપરના દંપતિને તેમના દિકરાને ટીવી સિરીયલમાં રોલ અને જાહેરાતમાં રોલ અપાવવાના નામે 25.10 લાખની છેતરપિંડી થઇ હતી.જ્યારે આ દંપતિએ આરોપી વિરુદ્ધ માનકુવા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ત્યારે લોકલ ક્રાઇમ બ્રાંચ અને સ્થાનિક પોલીસે હિતેશ પરમાર નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. ત્યારે આરોપી વિરુદ્ધ અગાઉ પણ ભુજ અને માનકુવા પોલીસ મથકે 2 ગુન્હાઓ દાખલ છે.

દંપતિના પુત્રને કામ અપાવવાને બહાને છેતરપિંડી: કચ્છમાં અલગ-અલગ મોડસ ઓપરેન્ડીથી છેતરપિંડીના કિસ્સાઓ અવારનવાર સામે આવતા હોય છે. ત્યારે માનકુવા પોલીસ મથકે ફરીયાદ પછી છેતરપિંડી કરનારા આરોપી હિતેશ પરમારને 25.10 લાખની ઠગાઇ મામલે ઝડપી પાડવામાં આવ્યો છે. કચ્છમાં ઓનલાઇન છેતરપિંડી સાથે આ રીતે મોડસ ઓપરેન્ડી સાથે લાલચ આપીને છેતરપિંડીનું પ્રમાણ થોડા સમયથી વધ્યું છે. ત્યારે બીજી બાજુ સસ્તા સોનાની લાલચે છેતરપીંડી કરતી કચ્છની ટોળકી પણ કુખ્યાત છે. તેવામાં આવા કિસ્સાઓમાં ન્યાય મેળવવા માટે લોકો ડર વગર આગળ આવે તે જરૂરી બન્યું છે.

આરોપીએ પોતાની જાળમાં દંપતિને ફસાવ્યા: સૂરજપર ગામના ફરિયાદીએ છેતરપિંડી અંગે માનકુવા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી જેમાં જણાવ્યું હતું કે, થોડાક વર્ષ અગાઉ ફેસબુક મારફતે મિરજાપરના રઘુરાજનગરમાં રહેતો હિતેશ વેલજી પરમાર તેઓના સંપર્કમાં આવ્યા હતો. હિતેશ પરમારે પોતે ટીવી સિરિયલ અને ટીવી જાહેરાતોનું નિર્માણ કરતો પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી હતી અને પરિવારને ટીવી સિરિયલ્સ અને કોમર્શિયલ્સમાં કામ અપાવવાની લાલચ આપી હતી. જે દરમ્યાન તેને જાણીતી સીરીયલના સેટ પરના ફોટો પણ બતાવ્યા હતા. આમ પોતાની જાળમાં ફસાવીને દંપતિ પાસેથી ટુકડે ટુકડે પૈસા લીધા હતા.

ફરિયાદીએ આરોપીને 25.10 લાખની રકમ આપી: ફરિયાદીએ કોઈ પણ તપાસ કરી નહોતી અને આરોપીની વાતમાં આવી ગયા. ફરિયાદી દંપતિ આરોપીની વાતોમાં આવીને 25 લાખથી વધુની રકમ ગુમાવવાનો વારો આવ્યો હતો જો કે ફરિયાદી દંપતિએ પૈસા પરત માગતા આરોપીએ પૈસા આપવાનો ઇન્કાર કરી દીધો હતો. આ સાથે ફરીયાદી પર દબાણ ઉભું કરવા માટે કોર્ટ કેસ પણ કર્યો હતો. જે બાદ આરોપી દંપતિને અવારનવાર ધમકીઓ આપતો હતો. આરોપીએ આ કેસમાં સમાધાન કરી લેવાનું જણાવીને 5 લાખની માંગ કરી હતી. જો 5 લાખ ન આપે તો આરોપીએ ફરિયાદીને મારી નાખવાની ધમકી આપી હતી.

સિરિયલ્સમાં કામ અપાવવાનું કહી છેતરપિંડી કરી: છેતરપિંડીની મોડસ ઓપરેન્ડીની વાત કરવાના આવે તો વર્ષ 2020 ના કોવિડ લૉકડાઉન અગાઉ ફરિયાદીએ પોતાના પતિ અને પુત્ર સાથે મુંબઈમાં રહેતા હતા. લોકડાઉન બાદ પરિવાર સાથે તેઓ પોતાના વતન સૂરજપર પરત રહેવા આવ્યા હતા. 4 વર્ષ અગાઉ ફેસબૂક મારફતે ફરિયાદી મહિલા અને તેનો પતિ મિરજાપરના રઘુરાજનગરમાં રહેતા રીઢા આરોપી હિતેશ વેલજી પરમારના સંપર્કમાં આવ્યા હતા. હિતેશ પરમારે ટીવી સિરિયલ્સ અને ટીવી જાહેરાતનું નિર્માણ કરતો પ્રોડ્યુસર હોવાની ઓળખ આપી હતી અને દંપતિના 9 વર્ષના પુત્રને ટીવી સિરિયલ્સ અને કોમર્શિયલમાં કામ અપાવવાની લાલચ આપી હતી. ત્યારે દંપતિને બોટલમાં ઉતારવા આરોપીએ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના સિરિયલ્સના સેટ અને કલાકારો સાથેના ફોટોગ્રાફ્સ દેખાડ્યા હતા.

આરોપીએ ટુકડે ટુકડે પૈસા લીધા: ફરિયાદીનો વિશ્વાસ મેળવીને આરોપી હિતેશે પુત્રને કામ અપાવવા માટે જરૂરી આર્ટિસ્ટ ઈન્સ્યોરન્સ, કોસ્ચ્યુમ્સ, મેક અપના સરસામાન વગેરેના બહાને ટૂકડે ટૂકડે રૂપિયા માંગવાનું શરૂ કર્યું હતું અને આરોપી હિતેશે પોતાના તથા અન્ય વિવિધ લોકોના બેન્ક એકાઉન્ટમાં આ પૈસા જમા કરાવ્યા હતા. ફરિયાદી અને તેમના પતિ દ્વારા 7 સપ્ટેમ્બર 2020થી 18 ઓકટોબર 2023 સુધીમાં નરેન્દ્ર વેલજી પરમારના ખાતામાં 5.71 લાખ અને 1.46 લાખ, આરોપી હિતેશના ખાતામાં રુ. 61,600 અને જીત સોનેજીના ખાતામાં રુ. 4.23 લાખ, મહેશકુમાર જેતુજી રાજપૂતના ખાતામાં રુ. 79.000, ભાવિન નામના શખ્સના ખાતામાં 28000, રામ ગોસ્વામી નામના શખ્સના ખાતામાં રુ. 13,000 તથા 2.31 લાખ, ભૂપેન્દ્રસિંહ વખુભા સોઢાના ખાતામાં રુ. 69.000 અને નિખિલ નામના શખ્સના એકાઉન્ટમાં 1 લાખ જમા કરાવ્યા હતા. આરોપી હિતેશ અને તેના સાગરીત રોહન ગઢવીને ફરિયાદીના પતિએ અવારનવાર રૂબરૂ મળીને 8 લાખ રૂપિયા મળી કુલ 25.10 લાખ રૂપિયા આપ્યાં હતાં.

સહી કરેલાં ત્રણ કોરાં ચેક મેળવી બે ચેક વટાવ્યા: આરોપીએ પીડિત દંપતિને અમદાવાદમાં જગત ધાણાદાળ નામની પ્રોડક્ટની જાહેરાતમાં કામ છે તેવું જણાવ્યું હતું અને ફરિયાદીને જણાવ્યું હતું કે, જો તેના પુત્રને તે જાહેરાતમાં કામ ન કરવું હોય તો કંપનીને સામેથી નાણાં ચૂકવવા પડશે. તેમ કહીને ગેરન્ટી પેટે ફરિયાદીના પતિ પાસેથી સહી કરેલાં 3 કોરાં ચેક મેળવી લીધાં હતાં. ત્યારે આરોપીએ પુત્રને રોલ અપાવવાની વાત ખોટી સાબિત થતા ફરિયાદીએ નાણાં પરત માંગવાનું શરૂ કર્યું હતું ત્યારે આરોપીએ દંપતિને 3 લાખના 2 ચેક આપેલાં તે ચેક વટાવ્યા ત્યારે તે બાઉન્સ થયો હતો.

કોરાં ચેક બેન્કમાં નાખી બાઉન્સ કરાવીને કોર્ટ કેસ: આ ઉપરાંત જ્યારે 6 મહિના અગાઉ ફરિયાદીના પતિ ધંધાર્થે વિદેશ જવાના હતા. તે સમયે આરોપીને જાણ થતા તેણે અગાઉ ગેરન્ટી પેટે મેળવેલાં કોરાં ચેક બેન્કમાં નાખી બાઉન્સ કરાવીને ફરિયાદીના પતિ પર કોર્ટ કેસ કર્યો હતો. જેથી ફરિયાદીના પતિ વિદેશ ના જઈ શકે.આરોપીએ પોતે કરેલાં કેસમાં પતિને સજા ન અપાવીને સમાધાન કરી લેવાનું જણાવીને બદલામાં પાંચ લાખ રુપિયાની માંગણી કરી હતી.

વિવિધ કલમો તળે ગુનો નોંધાયો: પોલીસે આરોપી હિતેશ પરમાર પર ઠગાઈ, વિશ્વાસઘાત, ખંડણીની માંગણી, મહિલાનો વિનયભંગ, જાનથી મારી નાખવાની ધમકી આપવી સહિતની ગુના માટે આઇ.પી.સી.કલમ.406 ,420 તથા બી.એન.એસ.કલમ. 351 (3), 296 (2), 308 (2), 78 (1). (1) મુજબના ફરીયાદી સાથે થયેલ ઠગાઇની અરજી અનુસંધાને જરૂરી તપાસ કરી ગુનો નોંધ્યો હતો. ફરિયાદના આધારે માનકુવા પોલીસ સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચ પણ એક્શનમાં આવી હતી અને આરોપીની ધરપકડ કરી હતી. કચ્છમાં છેલ્લા કેટલાક સમયથી છેતરપિંડીના કિસ્સાઓ વધ્યા છે. તેની સામે પોલીસ તથા સંલગ્ન વિભાગો પણ સક્રિય રીતે કામ કરી રહ્યા છે, ત્યારે છેતરપિંડીના ભોગ બનેલા લોકો સતર્ક બની આવા મામલામાં ફરીયાદ માટે આગળ આવે તે પણ જરૂરી બન્યું છે. ફરિયાદી હિતેશ પરમાર સામે ગુનો નોંધ બાદ માનકૂવા પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચે સંયુક્ત કામગીરી કરી આરોપીને ધરપકડ કરીને તેની વિશેષ પુછપરછ હાથ ધરી છે.

પોલીસે લોકોને કરી અપીલ: માનકુવા પોલીસ સ્ટેશનના PI ડી.એન.વસાવાએ જણાવ્યું હતું કે, હિતેશ પરમાર છેતરપિંડીમાં માહેર છે. તેના વિરુધ્ધ અગાઉ ભુજ A ડિવિઝન પોલીસ સ્ટેશને વર્ષ 2005માં ભૂકંપ સહાયના નામે ટેન્ડર ભરાવી ઠગાઇનો મામલો સામે આવ્યો હતો. અન્ય વેપારીઓને બોર્ડર પર ચાલતા કામમાં ટેન્ડર ભરવાના નામે લાખો રૂપિયાની ઠગાઇનો મામલો પણ તેના વિરૂદ્ધ માનકુવા પોલીસ સ્ટેશને નોંધાયેલો છે. અન્ય એક ગુનો બેદરકારીથી વાહન હંકારવાનો અને અકસ્માતમાં ઇજા પહોંચાડવાના પણ નોંધાયેલો છે. તેવામાં વધુ એક મામલો સામે આવ્યા. બાદ પોલીસે જાહેર અપીલ કરી છે કે, હિતેશ પરમારે જો કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કે ગુનો કર્યો હોય. તે વિના સંકોચે માનકૂવા પોલીસ અથવા કંટ્રોલ રૂમ કે LCBનો સંપર્ક કરી ફરીયાદ માટે આગળ આવે તેવી અપીલ કરી છે.

આ પણ વાંચો:

  1. સાધુઓએ જ સાધુને લૂંટ્યો, અમરેલીના ખાંભામાં 2 સાધુઓએ સાધુને માર મારીને લૂંટ ચલાવી
  2. ઉપલેટામાં ચકચારી પાર્સલ બોમ્બકાંડના આરોપીનો નિર્દોષ છુટકારો, જાણો સમગ્ર ઘટના શું હતી?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.