ETV Bharat / state

સુરતના લુવારા ગામેથી ટ્રેક્ટરની લૂંટ કરનારા 3 શખ્સ ઝડપાયા - લુવારા ગામે ટ્રેક્ટરની લૂંટ

સુરત જિલ્લાના માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી ટ્રેક્ટરની લૂંટ કરતા ત્રણ શખ્સો પૈકી એક શખ્સને SOG પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો હતો અને ટ્રેક્ટર અને ટ્રેલર મળી કુલ 3.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિઓને વોંટેડ જાહેર કર્યા હતા.

 માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી ટ્રેક્ટરની લૂંટ કરતા ત્રણ સખ્શ ઝડપાયા

author img

By

Published : Jun 15, 2020, 8:48 PM IST

સુરતઃ જિલ્લાના માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી 3 શખ્સોએ નંદાવથી માંગરોળ સુધી સળિયા સેંટિંગનો સામાન લઈ જવા માટે ટ્રેક્ટર અને ટ્રેલર ભાડે કર્યું હતું. ત્યારબાદ આ 3 શખ્સોએ ટ્રેક્ટર ચાલકને રૂમાલથી બાંધી મારમારી ટ્રેક્ટર અને ટ્રેલરની લૂંટ ચલાવી ભાગી છૂટ્યા હતા.

આ ત્રણ શખ્સો પૈકી એક શખ્સને સુરત જિલ્લા SOG પોલીસે બાતમીના આધારે ઝંખવાવ રેલવે ફાટક નજીકથી ઝડપી પાડી ટ્રેક્ટર અને ટ્રેલર મળી કુલ 3.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બે વ્યક્તિઓને વોંટેડ જાહેર કર્યા હતા. પકડાયેલા શખ્સ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાનો હિસ્ટ્રી શીટર હતો.

19 ફેબ્રુઆરીના રોજ માંગરોળ તાલુકાનાં લુવારા ગામે રહેતા અબુબકર ઇબ્રાહિમ ખાનજીના પાસે 3 અજાણ્યા શખ્સો આવ્યા હતા અને જણાવ્યુ હતું કે, તેમની પાસેનું સોનાલિકા ટ્રેક્ટર નંબર GJ-16-AF-3161 તથા ટ્રેલર નંબર GJ-05-S-2980 નંદાવથી માંગરોળ સુધી સળિયા સેંટિંગના કામ માટે ભાડેથી જોઈએ છે. જેથી અબુબકર નાઓ ટ્રેક્ટર અને ટ્રેલર લઈ આ ત્રણ શખ્સો સાથે સળિયા ભરવા માટે ગયા હતા.

 માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી ટ્રેક્ટરની લૂંટ કરતા ત્રણ સખ્શ ઝડપાયા
માંગરોળ તાલુકાનાં લુવારા ગામેથી ટ્રેક્ટરની લૂંટ કરતા ત્રણ સખ્શ ઝડપાયા

તે સમયે આ ત્રણે શખ્સોએ તેમને મોઢે રૂમાલ બાંધી મારમારી મોબાઈલ ફોન અને ટ્રેકટર ટ્રેલરની લૂંટ કરી ભાગી છૂટ્યા હતા. જે અંગે માંગરોળ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જે ફરિયાદને આધારે સુરત જિલ્લા SOG પોલીસે તપાસ હાથ ધરતા તેઓને બાતમી મળી હતી કે લૂંટ ચલાવનારા ત્રણે શખ્સો નેત્રંગ તરફથી ટ્રેક્ટર વેચાણ કરવા માટે સુરત તરફ આવી રહ્યા છે. જે હકીકતના આધારે SOG પોલીસે ઝંખવાવ રેલવે ફાટક નજીક વોચ ગોઠવી હતી તે દરમિયાન એક શખ્સ ટ્રેક્ટર અને ટ્રેલર લઈ આવતા તેને ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા આરોપી મધ્યપ્રદેશ રાજ્યના અલીરાજપુર જિલ્લાનો હિસ્ટ્રીશીટર છે. પોલીસે તેનું નામ પૂછતાં તેણે પોતાનું નામ અરવિંદ વઘેસિંગ દાવરા રાઠવા હોવાનું જણાવ્યુ હતું. જ્યારે પૂછતાછ દરમિયાન આ ગુનામાં સંડોવાયેલા રાકેશ ખેરસિંગ અવાસિયા તેમજ ઇંન્કુ દીના મોરિને વોંટેડ જાહેર કર્યા હતા. પોલીસે પકડાયેલા શખ્સ પાસેથી ટ્રેક્ટર અને ટ્રેલર મળી કુલ 3.01 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.