ETV Bharat / state

ડાયમંડ બુર્સ ખાતે હજારો શ્રમિકોએ કાર્યાલયમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો

ડાયમંડ ઉદ્યોગ માટે અતિ મહત્વકાંક્ષી પ્રોજેક્ટ ગણાતા ડાયમંડ બુર્સ ખાતે આજે શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. સોમવારે અન્ય કોન્ટ્રાક્ટર દ્વારા વધુ 50 મજૂરો આ પ્રોજેકટ પર લવાયા હતા. કોરોનાના ભયના કારણે બાકીના અન્ય મજૂરોએ તેનો વિરોધ કરી પ્રોજેકટની કચેરી અને બહાર ઊભેલી ગાડીઓમાં તોડફોડ કરી હતી. તેમજ હજારોની સંખ્યામાં શ્રમિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. ત્યારબાદ પ્રોજેક્ટની મુખ્ય કચેરીમાં પણ તોડફોડ કરી સીસીટીવી કેમેરા તોડી નાખ્યા હતા અને વાયરો પણ કાઢી નાંખ્યા હતા.

ડાયમંડ બુર્સ
ડાયમંડ બુર્સ
author img

By

Published : Apr 28, 2020, 3:12 PM IST

સુરત : ખજોદ વિસ્તારમાં કરોડોના ખર્ચે તૈયાર થઈ રહેલા ડાયમંડ બુર્સમાં ફરી એક વખત શ્રમિકોએ હોબાળો મચાવ્યો હતો. હજારોની સંખ્યામાં શ્રમિકો ભેગા થઇ નિર્માણાધીન ડાયમંડ બુર્સમાં તોડફોડ કરી હતી. કચેરીની તમામ કાચની બારીઓ પણ તોડી નાખવામાં આવી હતી. એટલું જ નહીં કચેરી બહાર ઉભેલી બે કારને પણ ઉથલાવી તોડફોડ કરી હતી. આ ઘટનાની જાણ થતા સુરત પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઘટનાની તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે, સોમવારે પ્રોજેકટ કોન્ટ્રાક્ટર દ્વારા અહીં પચાસથી વધુ નવા શ્રમિકોને બોલાવવામાં આવ્યા હતા.

ડાયમંડ બુર્સ ખાતે હજારો શ્રમિકોએ કાર્યાલયમાં તોડફોડ કરી હોબાળો મચાવ્યો
જેમાં પ્લાન્ટમાં અગાઉથી હાજર શ્રમિકોએ આ બાબતે વિરોધ નોંધાવ્યો હતો. શ્રમિકોને આશંકા હતી કે, નવા આવેલા શ્રમિકોમાં જો કોઈને પણ કોરોના વાયરસનો સંક્રમણ હશે તો અન્ય શ્રમિકોમાં સંક્રમણ ફેલાઈ શકે છે. આ વિરોધના કારણે મંગળવારના વહેલી સવારે હજારોની સંખ્યામાં શ્રમિકો ઉશ્કેરાઈ પ્રોજેકટ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. ચારે બાજુ કાચના ટુકડા ફેલાઈ ગયા હતા. કાર્યાલયમાં હાજર સુરક્ષાકર્મીઓ પણ પોતાના જીવ બચાવીને નાસી ગયા હતા. આશરે એક કલાક સુધી શ્રમિકોએ પ્રોજેકટ પર હોબાળો મચાવ્યો હતો.ઘટના સ્થળે પહોંચી પોલીસના ઉચ્ચ અધિકારીઓએ શ્રમિકોને સમજણ આપી મામલો થાળે પાડયો હતો. ઉશ્કેરાયેલા આ શ્રમિકોએ લાગેલા સીસીટીવી પણ તોડી નાખ્યા હતા અને વાયર પણ ખેંચી નાખ્યા હતા. જો કે, અત્યાર સુધી આ મામલે કોઈની અટકાયત કરવામાં આવી નથી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.